Home /News /porbandar /Porbandar : ક્રિકેટર જયદેવ ઉનડકટે ક્રિકેટનાં પાઠ અહીં ભણ્યા, આવો છે દુલીપ ક્રિકેટ સ્કુલનો ઇતિહાસ

Porbandar : ક્રિકેટર જયદેવ ઉનડકટે ક્રિકેટનાં પાઠ અહીં ભણ્યા, આવો છે દુલીપ ક્રિકેટ સ્કુલનો ઇતિહાસ

 પોરબંદરના રાજવી નટવરસિંહજી એ ક્રિકેટ ગ્રાઉન્ડ ભેટ આપવાની સાથે સાથે દુલીપ સ્કુલની પણ ભેટ આપી હતી. દુલીપ સ્કુલમાં ક્રિકેટની તાલીમ મેળવીને ક્રિકેટ ક્ષેત્રે ઉજજવળ કારર્કિદી બનાવી હતી.જેમાં  જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે.

 પોરબંદરના રાજવી નટવરસિંહજી એ ક્રિકેટ ગ્રાઉન્ડ ભેટ આપવાની સાથે સાથે દુલીપ સ્કુલની પણ ભેટ આપી હતી. દુલીપ સ્કુલમાં ક્રિકેટની તાલીમ મેળવીને ક્રિકેટ ક્ષેત્રે ઉજજવળ કારર્કિદી બનાવી હતી.જેમાં  જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે.

    Gayatri Chauhan, Porbandar : આજના સમયમાં દરેક બાળક અને યુવાનોને ક્રિકેટર બનવાની ઇચ્છા હોય છે. મોટાભાગના વાલીઓ પણપોતાના સંતાનોને ક્રિકેટર બનાવવા માંગે છે. પોરબંદરના રાજવી નટવરસિંહજીએ ર્દિધદ્રષ્ટા હતા. તેમણે પોરબંદરના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે તે માટે શહેરની મધ્યેદુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. 1938માં દુલીપ ક્રિકેટ સ્કુલનો પ્રારંભ કર્યો હતો અને ત્યાર બાદ 1964માં રાજય સરકારે આ સ્કુલ હસ્તગત કરી હતી. તેના માધ્યમથી પોરબંદર સહિત રાજયભરના યુવા ક્રિકેટરો ક્રિકેટની તાલીમમેળવતા હતા.



    1994 થી નટવરસિંહજી હોસ્ટેલનોપ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમા રાજયભરની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓનુ સીલેકશન કરીને તેમને ક્રિકેટહોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવતો હતો. દુલીપસ્કુલમાં તેમને ક્રિકેટની તાલીમ આપવામાં આવતી હતી. હાલ આ દુલીપ ક્રિકેટ સ્કુલનુ સંચાલન પોરબંદર ડિસ્ટ્રીકટરૂરલ ક્રિકેટ એસોસીયેશન સંભાળી રહ્યુ છે. પોરબંદરના ખેલાડીઓને પે એન્ડ પ્લે અંતર્ગત ક્રિકેટની તાલીમઆપવામાં આવી રહી છે.

    જયદેવ ઉનડકટે દુલીપ સ્કુલમાં ક્રિકેટની તાલીમ લીધી હતી



    પોરબંદરના જયદેવ ઉનડકટે પોતાની ક્રિકેટની કારર્કિદીનો પ્રારંભ દુલીપ ક્રિકેટ સ્કુલ ખાતેથી કર્યો હતોp આજે તેઓ આઇ. પી.એલ. ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યુ છે. આજે પણ તે પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુરનામેન્ટમાં પોરબંદરનુ પ્રતિનિધિત્વ કરે છે.



    પોરબંદરના અનેક ખેલાડીઓ રણજીત ટ્રોફીના મેચ રમ્યા છે
    પોરબંદરના રાજાશાહી વખતથી યુવાનોને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડઅને સ્કુલ બન્નેની ભેટ મળી હતી. જેના કારણે અત્યાર સુધીમાંપોરબંદરના અનેક ખેલાડીઓએ રણજીત ટ્રોફીની મેચ રમી છે.


    આજે પણ 100 જેટલા યુવાનો ક્રિકેટની તાલીમ મેળવે છે
    પોરબંદર દુલીપ સ્કુલનુ સંચાલન પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ રૂરલએસોસીયેશન કરી રહ્યુ છે. હાલ પે એન્ડ પ્લે અંતર્ગત બાળકો અને યુવાનોને કોચના માધ્યમથી ક્રિકેટની તાલીમ આપવામાં આવી રહી છે. અને 100 જેટલા બાળકો નિયમીત ક્રિકેટની તાલીમ મેળવી રહ્યા છે.
    First published:

    Tags: Cricket News Gujarati, IPL 2023, Jaydev Unadkat, Local 18, Porbandar News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો