પોરબંદરમાં રાજાશાહી વખતના બાગ બગીચા આવેલ છે તેમા રૂપાળીબા બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચાના નિર્માણ માટે પોરબંદરના રાજ રત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા અને સૈારાષ્ટ્ર સરકારે અનુદાન આપ્યું હતું આ બગીચાની વિશેષતા એ છે કે અહીંયા માત્ર મહિલાઓ અને બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
પોરબંદર: શહેરમાં રાજાશાહી વખતના બાગ બગીચા આવેલ છે તેમા રૂપાળીબા બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચાના નિર્માણ માટે પોરબંદરના રાજ રત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા અને સૈારાષ્ટ્ર સરકારે અનુદાન આપ્યું હતું આ બગીચાની વિશેષતા એ છે કે અહીંયા માત્ર મહિલાઓ અને બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
પુરૂષોને આ બાગમાં પ્રવેશ આપવામાં આવતો નથી આ બગીચાનું 1941માં નિર્માણ કરવામાં આવ્યું હતું અને જન્માષ્ટમીના દિવસે આ બાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજાશાહીના સમયમાં માત્ર મહિલાઓ અને બાળકોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબ આજે પણ માત્ર બાળકો અને મહીલાઓને જ અહીંયા પ્રવેશ આપવામાં આવે છે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓ પોતાના બાળકોને લઈ રૂપાળીબા બાગમાં ફરવા માટે આવે છે.
પોરબંદરના રૂપાળીબા બાગમાં બાળકો માટે રમત-ગમતના સાધનોની સુવિદ્યા ઉપલબ્ધ છે તેમજ દેશના મહાનુભાવોની પ્રતિમા અહીંયા મુકવામાં આવી છે, વર્ષો જુના વૃક્ષો અને ફૂલ છોડ બગીચાનું આકર્ષણનું કેન્દ્ર છે હાલ વેકેશનમાં બાળકો મોજ મસ્તી કરતા નજરે પડે છે.
બગીચામાં શ્રવણની પ્રતિમા છે
પોરબંદરમાં જ્યાં મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે તે રૂપાળીબા બગીચામાં દેશના રાજકીય મહાનુભાવોની પ્રતિમાં પણ મૂકવામાં આવી છે સાથે શ્રવણની પણ પ્રતિમા મૂકવામાં આવી છે જેથી અહીંયા આવતા બાળકોમાં માતા-પિતા પ્રત્યેનો આદરભાવ જાગે.
બગીચામાં વર્ષો જૂના વૃક્ષો છે
પોરબંદરના રૂપાળીબા બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે. જેમાં અનેક વૃક્ષો વરસો જૂના હોવાના કારણે ઘટાદાર જોવા મળી રહ્યા છે. હાલ ઉનાળાના સમયમાં આ ઘટાદાર વૃક્ષો શીતળ છાયડો પણ આપે છે તેમજ વિવિધ પ્રકારના ફૂલ છોડ પણ અહીં જોવા મળે છે.