Home /News /porbandar /અરબી સમુદ્રમાં સર્જાયું ડીપ્રેશન, પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં સર્જાયું ડીપ્રેશન, પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગની (Indian Meteorological Department)ચેતવણી મુજબ અરબી સમુદ્રમા સર્જાયેલા આ ડીપ્રેશન આગામી સમયમાં ડીપ ડીપ્રેશનમાં પરિવર્તીત થઈને ચક્રવાત બનનાર છે.
પ્રતિશ શિલુ, પોરબંદરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને (Depression) લઈને પોરબંદર બંદર (Porbandar Port) પર સાવચેતીના ભાગરુપ ત્રણ નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગની (Indian Meteorological Department)ચેતવણી મુજબ અરબી સમુદ્રમા સર્જાયેલા આ ડીપ્રેશન આગામી સમયમાં ડીપ ડીપ્રેશનમાં પરિવર્તીત થઈને ચક્રવાત બનનાર છે. જોકે, આ ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની પુરી સંભાવના રહેલી છે.
આમ છતા સાવચેતીના ભાગરુપ પોરબંદરના દરીયામા માછીમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરોમા આવી જવા માટેની સુચના પણ આપવામા આવી છે અને માછીમારી માટે દરિયામાં ન જવા સુચના આપી દેવાઈ છે.
ઉલેખ્ખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,ગુજરાતના દરિયાકાંઠા નજીક સર્જાયેલા ડીપ્રેશનને પગલેસૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.