પોરબંદરમાં 22 વર્ષીય કોસ્ટગાર્ડના જવાને આપઘાત કરતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં મીથીલેશ કુમાર શાહ નામના કોસ્ટગાર્ડ જવાને પંખા પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. હજી આ મામલે આપઘાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. હાલ પોલીસે આ જવાનનો મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યો છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે જોવા પહોંચી ગયા હતા.
હાલ પોલીસ પરિવાર, પાડોશી અને મિત્રોની પૂછપરછ કરી રહી છે. જવાનના મોબાઇલની કોલ ડિટેઇલ્સ પણ ચકાસવામાં આવશે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં મહિલા વકીલે કર્યો હતો આપઘાત
દિવ્યા વિઠા નામની મહિલા વકીલ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર દિવ્ય રાજ અસોસિએટ નામની ઓફિસ ધરાવતી હતી. થોડા દિવસો પહેલા નિત્યક્રમ મુજબ દિવ્યા પોતાની ઓફિસમાં આવી હતી. જોકે, કોઇ કારણોસર તેણે ઓફિસમાં સવારના સમયે પંખા સાથે ઓઢણી બાંધીને મોતને વ્હાલું કર્યું હતું. આજુ બાજુની ઓફિસના લોકોને આ અંગે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઓફિસમાં પ્રવેશ કરતા જોયું તો મહિલા વકીલ મૃતહાલતમાં પંખા પર લટકતી હતી.