Home /News /porbandar /Porbandar : ખારવા સમાજ આવી રીતે કરે છે ચૈત્ર નવરાત્રીની ઉજવણી, જુઓ અહેવાલ
Porbandar : ખારવા સમાજ આવી રીતે કરે છે ચૈત્ર નવરાત્રીની ઉજવણી, જુઓ અહેવાલ
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે છે.
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે છે.
Gayatri Chauhan, Porbandar : આસો નવરાત્રીની જેમ ચૈત્ર નવરાત્રીમાં પણ ખારવા સમાજની બહેનો ગરબે રમી માતાજીની આરાધના કરે છે. હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે માઇ ભકતો દ્વારા માતાજીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે છે અને અમાસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ જાય છે. ચૈત્ર સુદ ચોથ સુધી આ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર સુદ ત્રીજ સુધી આ ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગોર માવડીનુ પૌરાણીક કેદાર કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન ખારવા સમાજની બહેનો દ્વારા રાત્રીના સમયે ગરબે રમી અને માતાજીની આરાધના કરવામાં આવે છે.
નવુ અને જુનુ રાંદલ મંદિર આસ્થાનુ કેન્દ્ર પોરબંદર ખારવા સમાજ રાંદલ માતાજી પ્રત્યે અખુટ શ્રધ્ધા ધરાવે છે. ખારવાવાડ વિસ્તારમાં નવુ અને જુનુ રાંદલ માતાજીનુ મંદિર આવેલુ છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ખારવા સમાજની દિકરીઓ શણગાર સજીને ગરબે ધુમે છે પોરબંદરમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખારવા સમાજ દ્વારા રાસોત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ખારવા સમાજની દીકરીઓ શણગાર સજી અને માતાજીના ગરબે રમી માતાજીની આરાધના કરે છે. મોડી રાત સુધી રાસ ગરબાનુ આયોજન કરવામાં આવે છે. ખારવા સમાજની વર્ષો જુની પરંપરા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરીયા કિનારે મોટી સંખ્યામાં ખારવા સમાજ વસવાટ કરે છે. આ સમાજ દ્વારા વર્ષોથી ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનીક યુગમાં પણ આ ધાર્મિક પરંપરાને ખારવા સમાજે જાળવી રાખી છે.