Home /News /porbandar /Porbandar :  માધવનગરીમા આજેથી ભગવાનના વિવાહ ઉત્સવનો પ્રારંભ, પાંચ મેળો ચાલશે

Porbandar :  માધવનગરીમા આજેથી ભગવાનના વિવાહ ઉત્સવનો પ્રારંભ, પાંચ મેળો ચાલશે

 પોરબંદરના માધવપુરમા પ્રતિ વર્ષની જેમા આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો આજથી એટલે કે રામનવમીથી પ્રારંભ થઇ રહ્યો છે. પગલે માધવપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

 પોરબંદરના માધવપુરમા પ્રતિ વર્ષની જેમા આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો આજથી એટલે કે રામનવમીથી પ્રારંભ થઇ રહ્યો છે. પગલે માધવપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

Gayatri Chauhan, Porbandar : ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ માધવપુરમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગની ઉજવણીપ્રતિ વર્ષ કરવામાં આવે છે. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીથી ભગવાન શ્રી રામના જન્મોત્સવનો પ્રારંભ થાય છે. આજે પ્રથમ દિવસે માધવરાય મંદિરેથી રાત્રીના 9 કલાકે ઠાકોરજીની વર્ણાગી નિકળશે. બારસ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી રાત્રીનાસમયે વર્ણાગી નિકળે છે. અને તેરસના દિવસે ભગવાન મધુવનમાં પરણવા જશે. હાલ માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મંંદિરને ધજા – પતાકા અને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. આજથી 5 દિવસમાધવપુર માધવમય બની જશે.


વર્ણાગી દરમ્યાન રાસની રમજટ બોલશે.
રામનવમીથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ઉત્સવનો પ્રારંભ થશે અને આજે પ્રથમ દિવસે રાત્રીના નિજ મંદિર ખાતેથી ઠાકોરજીની વર્ણાગી નિકળશે. જેમાં યુવક અને યુવતીઓ દાંડીયારાસની રમજટ બોલાવશે. ત્રણ દિવસ સુધી વર્ણાગી દરમ્યાન રાસની રમઝટ બોલશે.


કડછ ગ્રામજનો મામેરૂ લઇને આવે છે
માધવપુરમાં વર્ષોથી શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેરસના દિવસે માધવુપર નજીકના કડછ ગામના લોકો વર્ષોથી મામેરીયા બને છે અને મામેરૂ લઇને આવે છે. અશ્વો – બળદગાડા સાથે ઢોલ સરણાઇના નાદ ગુંજી ઉઠે છે.


ચોરીમારીયા ખાતે ભગવાનના વિવાહ ઉત્સવની ઉજવણી કરાય છે
માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ઉત્સવની 5 દિવસો સુધી ઉજવણીકરવામાં આવે છે. તેરસના દિવસે ભગવાનના વિવાહ થાય છે. સાંજે 4 કલાકે નીજ મંદિરેથી ઠાકોરજીની જાનનુ પ્રસ્થાન થાય છે. ઠાકોરજી જયારે મંદિરની બહાર આવે છે ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. અને ત્યારબાદ ઠાકોરજીની જાન મધુવન જંગલ ખાતેપહોંચે છે. અને ત્યાં ચોરીમાયરા ખાતે વિવાહ ઉત્સવ ઉજવાય છે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Porbandar News