Home /News /porbandar /પોરબંદરઃ હું પોલીસનો દીકરો છું, કહી યુવકે યુવતીને વાળ પકડી માથું જમીન પર પટક્યું

પોરબંદરઃ હું પોલીસનો દીકરો છું, કહી યુવકે યુવતીને વાળ પકડી માથું જમીન પર પટક્યું

પ્રતિકાત્મક તસવીર

પોરબંદરની એક યુવતી તેની માતા અને બહેન સાથે નાસ્તો કરવા જિ રહી હતી ત્યારે એક સ્કૂટર ચાલક શખ્સે તેનો પીછો કરી અને બોલાચાલી કરી જાહેરમાં ઢોર માર મારતા યુવતી બેભાન થઇ ગઈ હતી.

ન્યૂઝ18 ગુજરાતીઃ પોરબંદરની એક યુવતી તેની માતા અને બહેન સાથે નાસ્તો કરવા જિ રહી હતી ત્યારે એક સ્કૂટર ચાલક શખ્સે તેનો પીછો કરી અને બોલાચાલી કરી જાહેરમાં ઢોર માર મારતા યુવતી બેભાન થઇ ગઈ હતી. બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને યુવતીને સાવરા માટે હોસ્પિટલ ખસેડી હતી અને પોલીસને જાણ કરતા અજાણ્યા સ્કૂટર ચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથધરી છે.

પોરબંદરના કડિયા પ્લોટ નજીક પોરબંદરના કડિયા પ્લોટ નજીક પોલીસ લાઇન સામે ગલીમાં રહેતી યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે પોતાની માતા અને નાની બહેન સાથે સ્કૂટર ઉપર રૂપાળીબાગ તરફ નાસ્તો કરવા જઇ રહ્યા હતા. ત્યારે જીજે 25 એસ 2153 સ્કૂટરનો ચાલક તેનો પીછો કરતો હતો. અને યુવતીની આગળ પોતાનું સ્કૂટર ચલાવતો હતો.

આથી યુવતીએ હોર્મની હોટલ પાસે સ્કૂટર અટકાવી અને તે શક્શને શા માટે પીછો કરે છે તેવું પૂછતા તે શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને આ રોડ મારા બાપનો છે ગમે તેમ સ્કૂટર ચલાવું હુ ંપોલીસનો દીકરો છું થાય તે કરી લેજે આમ કરી આ યુવતી અને તેની માતાને ગાળો કાઢવા લાગ્યો હતો. આથી યુવતીએ ગાળો ન કાઢવાનું કહેતા તે શખ્સ વધુ ઉશ્કેરાઇ ગોય હતો. અને યુવતીના વાળ પકડી અને બેફામ માર માર્યો હતો. તેનું માથું જમીન પર અથડાવ્યું હતું.

આ પણ વાંચોઃ-વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ: સારવાર મફત

દરમિયાન યુવતી બેહોશ થઇ ગઇ હતી. આથી તેને લોકોએ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. આ દરમિયાન સ્કૂટર ચાલક ફરાર થઇ ગયો હતો.
First published:

Tags: Porbandar, Saurashtra