Home /News /porbandar /માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના જવાહર ચાવડાની જીત

માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના જવાહર ચાવડાની જીત

માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફથી જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે ચૂંટણી જંગ થયો હતો.

માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફથી જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે ચૂંટણી જંગ થયો હતો.

પ્રતિશ શીલુ, પોરબંદરઃ આજે ગુરુવારે લોકસભા ચૂંટણી અને ગુજરાતની ચાર વિધાસભા પેટા ચૂંટણીની મતગણતરી હતી. જેમાં માણાવદર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ બેઠક ઉપર ભાજપના જવાહર ચાવડાની જીત થઇ છે.

મળતી માહિતી પ્રમાણે માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફથી જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેના પરિણામ સ્વરૂપે ભાજપના જવાહર ચાવડાનો વિજયી થયો છે. જવાહર ચાવડા 77050 મત મેળવ્યા છે. તો અરલિંદ લાડાણીને 68152 મત મળ્યા છે. આમ જવાહર ચાવડાએ 8900 મતથી જીત નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પક્ષમાં સમાવવા રણનીતિ બનાવાઇ હતી. ત્યારે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા. અને માણાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. જેનો લાભ ભાજપને આ ચૂંટણીમાં ફાયદો થયો છે.

જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં આહિર સમાજનું વજૂદ કોઈ પક્ષને જીતાડે-હરાવે તેવું છે. જવાહરભાઈના પિતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો તેમણે સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. પિતાના વારસાને સંભાળતા પેથલજીભાઈ પહેલી ચૂંટણી 1995માં લડ્યા હતા. ભાજપના પ્રખર મજબૂત એવા દશકામાં પેથલજીભાઈ ભાજપ સામે હારતા રહ્યાં છે.

1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ઈતિહાસ દોહરાયો અને ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા. 2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી.
First published:

Tags: Jawahar Chavda, Porbandar, ગુજરાત, ભાજપ