Home /News /porbandar /પોરબંદરની અનોખી ગરબીઃ ફક્ત પુરુષો જ રમે છે ગરબે, માથે ટોપી પહેરવી ફરજિયાત

પોરબંદરની અનોખી ગરબીઃ ફક્ત પુરુષો જ રમે છે ગરબે, માથે ટોપી પહેરવી ફરજિયાત

ગરબે રમતા પુરુષોએ માથી ટોપી પહેરવી ફરજિયાત છે.

આ ગરબીમાં કોઈ ધમાલીયા વાજિંત્રોનો પણ ઉપયોગ નથી થતો. આ ગરબીમાં ફક્ત પુરષો જ ગરબા ગાય છે અને ખેલૈયાઓ ગરબાના બોલને જીલે છે.

પ્રતીશ શીલુ, પોરબંદર

પોરબંદરઃ નવરાત્રિના ચાર દિવસ પુરા થયા અને આજે પાંચમું નોરતું છે. ખેલૈયાઓ નવરાત્રિના બાકીના દિવસોમાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતા. ત્યારે પોરબંદરની એક એક એવી ગરબીની વાત કરવી છે જ્યાં ગરબીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ નથી થતો. એટલું જ નહીં આ ગરબીમાં કોઈ ધમાલીયા વાજિંત્રોનો પણ ઉપયોગ નથી થતો. આ ગરબીમાં પુરષો ગરબા ગાય છે અને ખેલૈયાઓ ગરબાના બોલને જીલે છે. આ ગરબી રમતા પુરુષોએ માથા પર ટોપી પહેરવી ફરજીયાત છે.

પોરબંદરની પ્રાચીન ભદ્રકાલીની ગરબી છેલ્લા 94 વર્ષથી યોજાતી આવે છે. આ ગરબીની ખાસિયત એ છે કે અહીં ફક્ત પુરુષો જ ગરબે રમી શકે છે. અહીં કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઈલેક્ટ્રોનિક વાજિંત્રોના ઉપયોગ કરવામાં નથી આવતો. અહીં દેશી ઢોલ, મંજીરા અને હાર્મોનિયમના નાદ વાગે છે. ગરબી મંડળના આયોજકો દ્વારા જ ભદ્રકાલી માતાજીના ગરબા સ્વમુખે ગાવામાં આવે છે.

આ અંગે ગરબીના આયોજકો કહે છે કે, મુખેથી ગરબી ગાવાનો એક ઉદેશ્ય પરંપરાને જાળવવાનો અને તેની સાથે સાથે ધ્વની પ્રદૂષણ અટકાવવાનો પણ રહેલો છે.

આજે આધુનિક જમાનામાં ખાનગી ગરબાઓમાં ખૂબ ધ્વની પ્રદૂષણ થતું હોવાથી તમામ સ્થળો પર 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવે છે. આ માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે. આવા માહોલ વચ્ચે પોરબંદરની આ સાંસ્કૃતિક ગરબીમાં કોઈ પ્રકારનું ધ્વની પ્રદૂષણ નથું નથી. આ ગરબી મોડી રાત સુધી કોઈ પણ પ્રકારની રોક ટોક વગર ચાલે છે.
First published:

Tags: Navratri 2018