Home /News /porbandar /ભાઈબંધે કરી અકુદરતી સંબંધ બાંધવાની માંગણી, ના કહેતા ફટકાર્યો

ભાઈબંધે કરી અકુદરતી સંબંધ બાંધવાની માંગણી, ના કહેતા ફટકાર્યો

પ્રતિકાત્મક તસવીર

હુમલો કરનાર અને ભોગ બનનાર બંને ગાઢ મિત્રો હતો તેમજ અવાર-નવાર રાત્રે સાથે ફરવા જતા હતા.

પોરબંદર:  એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. હુમલા પાછળનું કારણ એક મિત્રએ બીજા મિત્રને અકુદરતી સંબંધ બાંધવા દેવાનો ઇન્કાર કર્યો જણાવવામાં આવી રહ્યું છે. જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અને પીડિત બંને ત્રણ વર્ષથી પરિચયમાં હતા.

મળતી માહિતી પ્રમાણે વણકરવાસમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા હિરેન નામના યુવકને ત્રણ વર્ષ પહેલા હેમાંગ સિંધવ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બંનેની મિત્રતા ખૂબ ગાઢ બની ગઈ હતી. બંને અનેક પ્રસંગે સાથે રાત્રે બહાર ફરવા જતા હતા. નવમી નવેમ્બરના રોજ બંને મિત્રો જ્યારે આવી જ રીતે એકાંતમાં ફરી રહ્યા હતા ત્યારે હેમાંગના દિમાગનમાં હવસનો કીડો સળવળ્યો હતો અને તેણે હિરેન પાસે અકુદરતી સેક્સની માંગણી કરી હતી.

જોકે, પોતાના જીગરજાન મિત્રએ આવી માંગણી કરતા હિરેન ડરી ગયો હતો અને કંઈ બોલી શક્યો ન હતો. હિરેને આવું કરવા દેવાનો ઇન્કાર કરી દેતા હેમાંગ ઉશ્કેરાયો હતો અને તેને ફટકારવાનું શરૂ કર્યું હતું. આ સમયે તેણે એક લોખંડનો સળિયો હિરેનના માથામાં મારી દીધો હતો તેમજ હાથ અને પગના ભાગે પણ ઈજા પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ  'તારી દીકરી શારીરિક સંબંધ નહીં બાંધે તો દીકરાને મારી નાંખીશ'

હુમલા બાદ હિરેનને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન તેણે સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદમાં હેમાંગ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Article 377, Friendship, Gay, Porbandar