Gayatri Chauhan, Porbandar: પોરબંદરના માધવપુરમા ભગાવન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ઉત્સાહ પ્રસંગે આગામી તા. 30 માર્ચ થી 2 એપ્રિલ સુધી રાષ્ટ્રીકક્ષાના મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા સાંસ્કૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ઉત્તર પૂર્વ રાજયો અને ગુજરાતના કલાકારો પોતાની કલા રજુ કરશે. જેને લઈ માધવપુરના મેળામાં આસામ અને અરુણાચલ પ્રદેશની બે ટીમો ખેત પાકોના વાવેતર, તેની જાણવણી અને પાકની લણણીના પ્રસંગો તથા નવા ધાન્ય ઘરમાં અને ગામમાં આવે તેની ખુશી માંગ વાતા ગીતો પરંપરાગત વેશભૂષામાં રજૂ કરવામાં આવશે તથા પહાડોમાં સ્થાનિક લોકો જંગલ વિસ્તારમાં ખેતીનુંવાવેતર કરે તેને રજૂ કરાશે.
આસામથી પોતાના ગ્રુપ સાથે આવેલા માનવ જૂટીગાઈએ કહ્યું કે, માધવપુર ખાતે યોજનાર મેળામાં અમે આસામનું લોક ગીત મિસિંગ ગુમરાગ રજૂ કરશું. આસામમાં ચોખાનું વાવેતર થાય છે. ત્યારે ચોખાના Particular અને પાકને લણતા હોય તેના પર આ લોક ગીત છે. ખેડૂતો અને શ્રમિકો જ્યારે પાકનું વાવેતર કરે, લણે,પાકની જાળવણી કરે તેને ઉજાગર કરતું આ લોકગીત છે. જેમાં ઢોલ, મંજીરા સાથે કૃતિ રજૂ કરતા હોય છે. આસામની પહાડીબે કૃતિ રજૂ કરશે પહાડીવિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા પહાડોમાં ખેતીનું ઉત્પાદન કરવામાં આવે, ખેતીના પાકોનું વાવેતર, તેની જાણવણી, પાકની લણણી સમયે ખેડૂતો અને શ્રમિકો હાથેથીધાનને કાપે તે પરંપરાગત પાકું જોતા કૃતિના માધ્યમથી ટ્રેડિશનલ પહેરવેશ. સાથે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી કૃતિ પાક ઉત્પાદન થયા પછી નવા ધાન્ય પાકો ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગામ લોકો હારવેસ્ટ ફેસ્ટિવલ ઉજવે તે પ્રસંગને અનુરૂપ કૃતિ રજુ કરવામાં આવશે.
આઠ રાજયોના કલાકારો જોડાશે પોરબંદરના માધવપુર યોજાનાર લોકમેળામા સાંસ્કૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ઉત્તરપૂર્વના આઠ રાજયોના કલાકારો ભાગ લેશે તે તમામ કલાકારોનુ પોરબંદર આગમન થઈ ગયુ છે.