Home /News /porbandar /Gandhi @150: કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ, રૂપાણી રહ્યા હાજર

Gandhi @150: કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ, રૂપાણી રહ્યા હાજર

કીર્તિ મંદિર

રૂપાણીએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લેતા પહેલા ગાંધીજીના તૈલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પોરબંદરઃ ગાંધીજીની 150મી જન્મ જયંતિ પ્રસંગે ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ છે. આ પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા છે. સર્વધર્મ પ્રાર્થના સભા બાદ હજારો લોકો માનવ સાંકળ વડે ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવશે. સીએમ રૂપાણી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. એક સામાજિક સંસ્થા તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે.

સીએમ વિજય રૂપાણી આજે ગાંધી જયંતિના દિવસે પોરબંદર પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. એવી પરંપરા રહી છે કે રાજ્યના સીએમ ગાંધી જયંતિના દિવસે પોરબંદર હાજર રહે છે. રૂપાણીએ આ પરંપરા જાળવી રાખી છે. રૂપાણીએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લેતા પહેલા ગાંધીજીના તૈલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કીર્તિ મંદિરના સંચાલન સમિતિના અધ્યક્ષ ઇશ્વરસિંહ પણ હાજર રહ્યા હતા.

સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહેલા સીએમ વિજય રૂપાણી


નીતિન પટેલ ગાંધી આશ્રમ ખાતે રહ્યા હાજર

ગાંધી જયંતિના પ્રસંગે અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા છે. ગાંધી આશ્રમ ખાતે આજે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ હાજર રહ્યા છે. અહીં વિવિધ શાળાના બાળકો પણ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહેશે.
First published:

Tags: Gandhi @150, Gandhi Jayanti, Gandhiji, Kirti Mandir, Vijay Rupani