Home /News /porbandar /ઇંગ્લેન્ડ છોડી દંપતી પોરબંદરમાં થયું સ્થાયી, પત્ની ભેંસો દોહે અને પતિ કરે છે ખેતી

ઇંગ્લેન્ડ છોડી દંપતી પોરબંદરમાં થયું સ્થાયી, પત્ની ભેંસો દોહે અને પતિ કરે છે ખેતી

ભારતીબહેન ભેંસ દોહતા

ઇંગ્લેન્ડની હાઇફાઇ લાઇફ સ્ટાઇલ છોડી ગુજરાતના પોરબંદરમાં સ્થાઇ થયું છે. અને અહીં રહી તે સામાન્ય જીવન જીવી રહ્યું છે.

ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે અત્યારા યુવક યુવતીઓને ગામડાની લાઇફસ્ટાઇલથી દૂર શહેરમાં વસીને સ્થાઇ થવું વધારે ગમે છે. આવી સ્થિતિ વચ્ચે એક એવું પણ દંપતી છે જે ઇંગ્લેન્ડની હાઇફાઇ લાઇફ સ્ટાઇલ છોડી ગુજરાતના પોરબંદરમાં સ્થાઇ થયું છે. અને અહીં રહી તે સામાન્ય જીવન જીવી રહ્યું છે. પોરબંદરના બેરણગામના મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઇફાઇ લાઇફ સ્ટાઇલ છોડીને પોતાના વતનમાં સ્થાયી થયું છે. તેમના જણાવ્યા મુજબ ત્યાંની દોડધામની જીંદગી જંકફૂડ ખાઇને જીવવા કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઇ જીંદગી જીવવી વધુ સારી છે. આ દંપતીનો પુત્ર ઓમ પણ વાડી ખેતરોમાં દરરોજ 4થી 5 કિલોમીટર દોડાદોડી કરે છે. ઘરની ગાય તેમજ ભેંસોના ચોખ્ખા દૂધ, દહીં, છાશ, ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઇ પરિવાર ખૂબજ હેલ્ધી રહે છે.

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહી ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેભાઇ વિરમભાઇ ખુંટી અને તેમના યુવાન પત્ની ભારતીબેન બંને ઇંગ્લેન્ડમાં સારી પોસ્ટ ઉપર હતા. ભારતીબેન પોરબંદરમાં 12 સાયન્સનો અભ્યાસ પુરો કરી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. બાદમાં દંપતી 2010માં ઇંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ બી.એસ.સી.ની ડીગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. જ્યાંરે તેમના પત્ની હીથ્રો એરપોર્ટમાં બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેશનો કોર્ષ કર્યો હતો.

આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે અહીં ઇંગ્લેન્ડ કરતા પણ આપણા ગામમાં ખેતીકામ કરીએ અને 2018માં બેરણ ગામે આવી ગયા હતા. ભારતીબેન ખેતીકામથી અજામ હોવા છતાં તેમણે બધુ કામશીખી લીધું અને હવે 6 ભેસોને બે ટાઇમ દોહી લ્યે છે. રસોઇ કામ કરે, ખેતીકામ કરે અને નવરાશ મળે ત્યારે ઘોડેસવારી પણ કરે છે.

આ દંપતીએ જણાવ્યું હતું કે, અહીં અમારા વૃદ્ધ માતા-પિતા સેવા કરીએ અને ખેતીકામ કરીએ અને એ ખેતીકામના વીડિયો યુ ટ્યુબમાં મુકીએ ત્યારે ઘણા યુવાનો વિદેશમાંથી પણ અહીં પશુપાલન અને ખેતી માટે આકર્ષાયા છે. જેમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ વગેરે ગામના યુવાનો અત્યારે વિદેશથી આવી ખેતીકામમાં લાગી ગયા છે.

અત્યારના જમાનામાં યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા છે. જ્યારે બેરણના આ યુવાન દંપતી ઇંગ્લેન્ડમાં સારામાં સારી પોસ્ટ ઉપર હોવા છતાં તેઓ પરિવાર સાથે રહેવા માટે તેમના પુત્રની સારી સંભાળ કરવા અને તેમને પુરતો સમય આપવા માટે ઇંગ્લેન્ડ છોડી ભારતમાં પોતાના ગામ પોરબંદર તાલુકાના બેરણ ગામે પરિવાર સાથે ખેતી કામ કરી સુખેથી જીવન જીવી રહ્યા છે.
First published:

Tags: Husband, Saurashtra, ખેતી