Home /News /porbandar /પોરબંદરમાં પોલીસ કર્મચારીએ સહકર્મીની પત્ની પર બળાત્કાર ગુજારતા ચકચાર

પોરબંદરમાં પોલીસ કર્મચારીએ સહકર્મીની પત્ની પર બળાત્કાર ગુજારતા ચકચાર

આરોપી કાનજી કેશવલાલ વાસણની પત્નીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વીડિયો પણ ઉતાર્યા હતા.

આરોપી કાનજી કેશવલાલ વાસણની પત્નીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વીડિયો પણ ઉતાર્યા હતા. સાથે જ આરોપીની પત્નીએ પણ પીડિત મહિલા પર બળાત્કાર માટે આરોપીની મદદગારી કરી હતી.

પોરબંદર: સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ એક પોલીસ કર્મચારીએ અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની પર બળાત્કાર (Rapa case) ગુજાર્યાની ફરિયાદ દાખલ થઇ છે. પોરબંદર (Porbandar Police) ના કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાનજી કેશવલાલ વાસણ અને તેની પત્ની રાધા કાનજી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોરબંદરના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પર સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ બળાત્કારની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે પોરબંદરના કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાનજી કેશવલાલ વાસણની પત્નીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી બળાત્કાર કરાવ્યોનો ફરિયાદમાં ઉલેખ્ખ થયો છે. આરોપી પોલીસ અને પીડિતાના પતિ પણ પોરબંદરમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે ત્યારે આ ફરિયાદ દાખલ થતા આખા પોલીસ બેડામાં આ ખબરને લઇ ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.

આ પણ વાંચો- સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ફરિયાદમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, આરોપી કાનજી કેશવલાલ વાસણની પત્નીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વીડિયો પણ ઉતાર્યા હતા. સાથે જ આરોપીની પત્નીએ પણ પીડિત મહિલા પર બળાત્કાર માટે આરોપીની મદદગારી કરી હતી. આ મામલે પીડિત મહિલાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો- મુકેશ અંબાણીને ધમકી આપનાર ઝડપાયો

એક બાજુ જ્યારે આખા દેશમાં 75માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પોરબંદરમાં પોલીસ કર્મચારી દ્વારા જ અન્ય પોલીસ કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યાની ફરિયાદ કરાતા પોરબંદર પોલીસ બેડામાં આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે.
First published:

Tags: Porbandar, Porbandar News, ગુજરાત, પોરબંદર