Home /News /porbandar /Porbandar: દીકરીનાં જન્મ દિવસે પિતાની અનોખી ભેટ, શિવકથા યોજશે, આટલા લોકો પ્રસાદ લેશે, જાણો અહેવાલ
Porbandar: દીકરીનાં જન્મ દિવસે પિતાની અનોખી ભેટ, શિવકથા યોજશે, આટલા લોકો પ્રસાદ લેશે, જાણો અહેવાલ
રાણા વડવાળાનાં દિપકભાઈ જમનભાઈ ઓડેદરાનાં પરિવાર દ્વારા દીકરી મનસ્વીનાં જન્મદિવસ પ્રસંગે શિવકથાનું આયોજન કર્યું છે. 55 વીઘામાં કથા થશે. કથા દરમિયાન બે લાખ લોકો પ્રસાદી લેશે.
રાણા વડવાળાનાં દિપકભાઈ જમનભાઈ ઓડેદરાનાં પરિવાર દ્વારા દીકરી મનસ્વીનાં જન્મદિવસ પ્રસંગે શિવકથાનું આયોજન કર્યું છે. 55 વીઘામાં કથા થશે. કથા દરમિયાન બે લાખ લોકો પ્રસાદી લેશે.
Gayatri Chauhan,Porbandar: પોરબંદર જિલ્લાનાં મુળ રાણા વડવાળા અને હાલ ચેન્નઈ ખાતે રહેતા તેમજ નંદન કુરીયરની ચેન્નઈ ખાતે જવાબદારી સંભાળતા દિપકભાઈ જમનભાઈ ઓડેદરા અને તેમનાં પરિવાર દ્વારા પુ.ગીરીબાપુની શિવકથાનું ભવ્ય આયોજન આગામી તા.30 માર્ચથી 07 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. દિપકભાઈ ઓડેદરાએ જણાવ્યું હતુ કે, તેમની દીકરી મનસ્વીનાં જન્મ દિવસથી જ ઘર આંગણે શિવકથાનું આયોજન કર્યું છે. લાડકવાય દીકરીનાં જન્મદિવસે જ સિધ્ધેશ્વર ફાર્મ હાઉસ ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનો પ્રારંભ થશે. 55 વીઘા જમીન ઉપર આ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનાં આયોજનને લઈને દિપકભાઈ ઓડેદરાએ રાણા વડવાળા, ભોદ, મોકર, વનાણા, ટુકડા, રાણાવાવ, પોરબંદર, ગઢવાણા, જમરા, બળેજ, કેરાળા, રાણા કંડોરણા, રાણા ખિરસરા સહિતનાં આસપાસનાં ગામોમાં રૂબરૂ નિમંત્રણ પાઠવ્યું છે. કથાનાં દિવસ દરમિયાન ગાય અને પક્ષીઓ માટે સેવાયજ્ઞ કથાનાં દિવસો દરમ્યાન આ દરેક ગામોની ગૌશાળામાં ગાયોનાં નિરણ અને પક્ષીનાં ચણ માટે રૂપિયા 11,111 થી રૂપિયા 51,111નું અનુદાન આપ્યું છે. આ જ રીતે કુરીયર ઈન્ડસ્ટ્રીઝને લગતા ભારતનાં મેટ્રો સીટી ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, પુના, દિલ્હી અને મુંબઈમાં વસતા ગુજરાતી સમાજનાં લોકોને નિમંત્રણ પાઠવવાની સાથે સમાજ દ્વારા ચાલતી ગૌશાળામાં પણ અનુદાન આપ્યું હતું.
કથામાં બે લાખથી પણ વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે આ ઉપરાંત કથાનાં દિવસો દરમિયાન રાત્રીનાં સમયે નિયમિત 15 હજારથી વધુ લોકો પ્રસાદી લેશે. તેનાં માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ભોજન પ્રસાદી માટે બગદાણા બાપા સિતારામ આશ્રમ ટ્રસ્ટનાં 300 જેટલા સેવાભાવી સ્વયંસેવકો સેવા આપશે. કુરીયરનો વ્યવસાય હોવા છતાં રૂબરૂ નિમંત્રણ પાઠવ્યું રાણા વડવાળા ખાતે શિવકથાનું આયોજન કરનાર દિપકભાઈ ઓડેદરા કુરીયરનો વ્યવસાય કરે છે. કથાનું નિમંત્રણ કુરીયર મારફત મોકલવાને બદલે તેમણે 45 હજાર કી.મી.નો પ્રવાસ ખેડીને દેશનાં વિવિધ પ્રાંતમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોને રૂબરૂ નિમંત્રણ પાઠવ્યું હતું.
રામનવમી નાં પાવન દિવસથી થશે કથાનો પ્રારંભ પોરબંદર જિલ્લામાં વર્ષો બાદ જાણીતા શિવ કથાકાર પુ.ગીરીબાપુનાં મુખે રાણા વડવાળા ખાતે શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ રામનવમીનાં પવિત્ર દિવસથી થશે અને તેનો લાભ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ લેશે.