Home /News /porbandar /ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા લોકો હોવાનો સંદેશ વાયરલ

ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા લોકો હોવાનો સંદેશ વાયરલ

પ્રતિકાત્મક તસવીર

મેસેજને ગંભીરતાથી લઈ પોરબંદર પોલીસે કોસ્ટગાર્ડને જાણ કરી. જેને પગલે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આતંકીઓ દ્વારા જમીન માર્ગે, તથા દરિયાઈ માર્ગે ઘુસણખોરી કરાવનું ષડયંત્ર હંમેશા રચવામાં આવતું હોય છે. એવામાં ગુજરાતના દરિયામાં 6 જેટલા લોકો હથિયાર સાથે હોવાનો મેસેજ વાયરલ થતા. પોરબંદર પોલીસ તથા કોસ્ટગાર્ડ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે કે, પોરબંદર નજીક ગુજરાતના દરિયામાં 6 લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. આ મેસેજને ગંભીરતાથી લઈ પોરબંદર પોલીસે કોસ્ટગાર્ડને જાણ કરી. જેને પગલે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કોસ્ટગાર્ડ તથા પોરબંદર પોલીસ દ્વારા મેસેજને ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયામાં તમામ બોટનું નિરિક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજથી તંત્ર સાબદુ થઈ ગયું છે. ખરેખર હથિયારો સાથે 6 જેટલા શખ્સો ઘુસ્યા છે કે પછી કોઈએ ઉપજાવી કાઢેલી માત્ર વાત વાયરલ કરી છે, તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયા કિનારેથી હંમેશા પાકિસ્તાની આતંકવાદી દ્વારા ઘુસણખોરીના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરિયામાં નેવી દ્વારા ચાંપતો બંદોબસ્ત હોય છે, પરંતુ સુરક્ષાને લઈ પોલીસ કે કોસ્ટગાર્ડ કોઈ પણ રીતે મેસેજને હળવેથી નથી લઈ રહી અને તપાસ તેજ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, આ ડોહોળો પોરબંદર કસ્ટમ હદના ૧૦૦ કિ.મી. કરતા વધુ ધરાવતા કિનારા પર નજર મંડાયેલ છે. ગ્રામ વિસ્તારના અરબી સમુદ્રના કિનારા કોસ્ટલ હાઈવેથી માત્ર ૧૦૦થી ૩૦૦ મીટરના અંતરે છે. જ્યારે પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારો સુભાષનગર જાવર સીધા કોસ્ટલ હાઈવે અને હાઈવે ટચ છે. ગીચ ટ્રાફીક રહેતો હોવાથી શંકા પણ ઉપજે નહી સલામતી વધુ જરૂર છે.

તમને એ પણ યાદ હશે કે, તા. ૨૬-૧૧-૨૦૦૮નો માસ્ટર માઈન્ડ કસાબે પોરબંદરની એક ફીશીંગ બોટનુ અપહરણ કરી તેમના ખલાસીઓને દરીયામાં ક્રૂર રીતે રહેંસી નાખી, મુંબઈમાં બ્લાસ્ટ કરી અંજામ આપ્યો.
First published:

Tags: Being, People, Porbandar, Suspected, Weapons