Home /News /porbandar /પોરબંદર: રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ચીમનીમાં રિપેરિંગ દરમિયાન માચડો તૂટ્યો, ત્રણ મજૂરનાં મોત
પોરબંદર: રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ચીમનીમાં રિપેરિંગ દરમિયાન માચડો તૂટ્યો, ત્રણ મજૂરનાં મોત
ચીમનીમાં રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના.
Porbandar news: તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ખાનગી હૉસ્પિટલ (Porbandar private hospital)માં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમો (NDRF team) બોલાવવામાં આવી હતી.
પોરબંદર: રાણાવાવ (Ranavav news) ખાતે આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની (Saurashtra ciment company)માં ગુરુવારે બપોરે સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ મજૂરનાં મોત (3 worker died) થયા છે. અહીં ચીમનીના સમારકામ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન ત્રણ મજૂરને બચાવી લેવાયા છે. દુર્ઘટના બાદ કલાકો સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. આ દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા ત્રણ મજૂરને બચાવી લેવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ખાનગી હૉસ્પિટલ (Porbandar private hospital)માં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા. ઈજાગ્રસ્ત તેમજ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી છે. મજૂરોનું કહેવું છે કે 85 ફૂટ ઊંચી ચીમનીમાં તેઓ અંદરની બાજુએ 40-45 ફૂટ પર રિપેરિંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો.
બચાવ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમો (NDRF team) બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ પણ પોરબંદર સિમેન્ટ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને બચાવ તેમજ રાહત કામગીરી સત્વરે મળે તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની બે ટીમ પણ આ કામગીરો માટે મોકલી આપવા જરૂરી સૂચના આપી હતી.
શું હતો બનાવ?
પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવમાં (Ranavav cement factory) ખાતે ગુરુવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં રાણાવાવા-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.માં (Saurashtra Cement Ltd.) ચીમનીમાં રીપેરિંગ કામ દરમિયાન ચીમની અંદર મૂકવામાં આવેલા ટેકા તૂટી (Accident during chimney repair work) પડ્યા હતા, જેના કારણે છ મજૂરો દટાયા હતા.
આ અંગે જાણ થતાં તાત્કાલિક રાહત કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (chief minister vijay rupani) પોરબંદરના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઝડપથી રાહત કાર્ય શરુ થાય તે માટે સૂચનાઓ આપી હતી. રાહત કાર્ય માટે એનડીઆરએફની ટીમોને (NDRF team) પણ મોકલવાની સૂચના આપવામાં આવી હતી.
રિપેરિંગ કામ દરમિયાન માચડો તૂટ્યો
રાણાવાવ-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની હાથી સિમેન્ટ નામની સિમેન્ટ ફેક્ટરીમાં આવેલી 45 ફૂટ ઊંચી ચીમનીમાં આજે ગુરુવારે બપોરે રિપેરિંગ કામ ચાલતું હતું. રિપેરિંગ કામ કરવા માટે ત્રાપા ટેકાનો માંચડો બનાવ્યો હતો. આ માંચડો અચાનક ધડાકાભેર તૂટી પડતાં રિપેરિંગ કામ કરતા છ મજૂરો દટાયા હતા.
45 ફૂટ ઊંચી ચીમનીમાં અંદરથી કલર અને રિપેરિંગ કામ કરવા માટે જે માચડો બનાવ્યો હતો એ માચડાનો ઉપરનો ભાગ તૂટી પડતા આખેઆખો માચડો ઘડાકાભેર અંદર પડ્યો હતો. અંદર પડેલા માચડાને ઉપાડવા માટે ફેક્ટરી પાસે કે રાણાવાવમાં કોઇ વિશાળ ક્રેઇ ન હોવાથી બહારથી ક્રેઇન મંગાવવામાં આવી હતી.
મીડિયાને દૂર રખાયું
આ ઘટનાથી મીડિયાને દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા છે.