Home /News /porbandar /સોમનાથ મહાદેવ મંદિરના 3 કિ.મીના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા પાલિકાએ કર્યો ઠરાવ

સોમનાથ મહાદેવ મંદિરના 3 કિ.મીના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા પાલિકાએ કર્યો ઠરાવ

દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરથી ત્રણ કિલો મીટર એરિયાને વેજ ઝોન માંગ બાદ પાલિકાએ કર્યો ઠરાવ, જો કે આખરી નિર્ણય રહશે જિલ્લા કલેકટરો ના હાથમાં.

હિન્દૂ સંગઠનો દ્વારા છેલા એક મહિના થી સોમનાથ મહાદેવ મંદિર થી ત્રણ કિમિ દૂર સુધી વેજ જોન જાહેર કરવા અને નોનવેજ પ્રતિબંધ મુકવા માંગ કરાય હતી, ગત 11 એપ્રિલે હિન્દૂ સંગઠન અને સોમનાથ સેવા સંઘ દ્વારા બાઈક રેલી યોજી જિલ્લા કલકટરને સોમનાથ ને વેજ જોન જાહેર કરવાની માંગ સાથે આવેદન પાત્ર પાઠવ્યું હતું, હિન્દૂ સંગઠનો ની રેલી બાદ વેરાવળ નાગર પાલિકા દ્વારા સોમનાથ મંદિર થી સેન્ટ મેરી સ્કૂલ અને સેન્ટ મેરી સ્કૂલ થી કાજલી માર્કેટિંગ યાર્ડ સુધી વેજ જોન જાહેર કરવા ઠરાવ કરાયો છે.

હિન્દૂ સંગઠનના કાર્યકરો ના કેહવા મુજબ સોમનાથ દેશ નું પ્રથમ જ્યોતિલિંગ છે અને અહીં દેશ ભરમાંથી શ્રદ્ધાળાઉઑ આસ્થા સાથે આવે છે પરંતુ સોમનાથ મંદિરની આસપાસ પર નોનવેજ ફુલ્યા ફાલ્યા હતા શ્રદ્ધાળાઉઑ ની માસ જોઈ લાગણી દુભાતી હતી જેના કારણે અમે સોમનાથ ને વેજ જોન જાહેર કરવા માંગ કરી હતી. રાજ્ય ના અન્ય ડાકોર અંબાજી પાલીતાણા ચોટીલા સહીત ના મંદિરો નજીક વેજ જોન જાહેર કરાયો છે તો પછી સોમનાથ કેમ નહીં.

હિન્દૂ સંગઠન નેતા રવિ ગુપ્તાએ કહ્યું કે, સાથે અમને ખુશી થઈ છે કે વેરાવળ નગર પાલિકાએ વેજ જોનને લઇ ઠરાવ કર્યો છે, પરંતુ ઠરાવ ઠરાવ ન રહી જાય ખરા અર્થમાં અમલવારી થાય તે જરૂરી છે.

વેરાવળ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને ફિશર મેન ફારૂકભાઈ બુદ્ઘિયાએ આરોપ લગાવ્યો છે કે, સોમનાથ વિસ્તારને વેજ જોન જાહેર કરવાને લઇ જે ઠરાવ કરાયો છે તેનાથી વિરોધ પક્ષ અને સ્થાનિક ધનધાર્થીઓં અજાણ છે.

જોકે હાલ સોમનાથ વેજ જોન જાહેર કરવાના નગર પાલિકાના ઠરાવને લઇ હિન્દૂ સંગઠનો અને સોમનાથ ભક્તોમાં ખુશીની લહર દોડી ગઈ છે. જો કે અંતિમ નિર્ણય જિલ્લા કલેકટરને લેવાનો છે જિલ્લા કલેકટરના નીર્ણય બાદ જ વેજ જોનનું જાહેરનામું બહાર પડાશે.
First published:

Tags: Corporation, Decided

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો