Home /News /porbandar /હોળીના છાણા લઈને આવતી બોલેરા કાર ચઢી ડિવાઈડર પર, 3નાં મોત

હોળીના છાણા લઈને આવતી બોલેરા કાર ચઢી ડિવાઈડર પર, 3નાં મોત

પોરબંદરના માધવાણી કોલેજ નજીક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. પોરબંદરના પોરાઈ મીત્ર મંડળની બોલેરો કાર લઇને યુવાનો હોળીના છાણા ભરવા માટે ધરમપુર ગામે ગયા હતા. છાણા ભરીને પરત ફરતી વેળાએ કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં ત્રણના મોત નીપજ્યા છે.

બોલેરા કાર ડિવાઈડર પાસે બેઠેલા યુવકોને આ બોલેરોએ અડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે તેઓની સાથે રહેલ એક યુવકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોલેરોમા બેઠેલા 4 જેટલા યુવકોને પણ ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે શહેરની સિવલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક ત્રણેય યુવકો કરણ ઓડેદરા ઉ.17, રુત્વીક મકવાણા ઉ.18 અને વિવેક ગોઢાણીયા ઉ.20 વર્ષ તેઓ યોગેશ્વર પાર્કના રહેવાસી છે. અકસ્માતમા મૃત્યુ પામનાર ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારજનો અને રાજકીય આગેવાનો તત્કાળ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ મામલામાં કમલાબાગ પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ અકસ્માતને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Porbandar, અકસ્માત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો