ધર્મના વિવાદ વચ્ચે નાગપુરમાં મુસ્લિમ બિરાદરોએ કર્યા યોગ

21મી જૂને થનારી આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂર્વે દેશમાં યોગને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મુસ્લિમ નેતાઓ અને કટ્ટર હિન્દુવાદી આગેવાનો વચ્ચે એકબીજા સામે નિવેદનોનો ધોધમારો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં મુસ્લિમ બિરાદરોએ યોગમાં જોડાઇ વિવિધ યોગ કર્યાની પ્રેરણાદાયી એક ઘટના સામે આવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # 21મી જૂને થનારી આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂર્વે દેશમાં યોગને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મુસ્લિમ નેતાઓ અને કટ્ટર હિન્દુવાદી આગેવાનો વચ્ચે એકબીજા સામે નિવેદનોનો ધોધમારો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં મુસ્લિમ બિરાદરોએ યોગમાં જોડાઇ વિવિધ યોગ કર્યાની પ્રેરણાદાયી એક ઘટના સામે આવી છે.

યોગ અંગે ઉઠેલા વિવાદ વચ્ચે નાગપુરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ યોગ કરી ઉદાહરણ પુરૂ પાડ્યું છે. યોગ કરી રહેલા મુસ્લિમ બિરાદરોનું કહેવું છે કે, યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે અને પોતાને અનુશાસનમાં રાખવા માટે જરૂરી અને ઉપયોગી છે. આવામાં અમને યોગ કરવામાં કોઇ આપત્તિ નથી. યોગને ધર્મ સાથે સાંકળીને જોવું ખોટું છે.

પીએમએ સમજાવ્યું શલભ આસન : આંતર રાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ યોગનું એક આસન કરી યોગના ફાયદા સમજાવી રહ્યા છે. આજે તેમણે શલભ આસન અને આરોગ્ય પર એની સારી અસર અંગે સમજાવ્યું હતું.

સલીમ ખાને પણ કર્યા યોગ : દબંગ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમખાને પણ પોતાના ઘરે યોગ કર્યા હતા. શરીર ચુસ્ત રાખવા માટે સલીમખાને યોગ સાથે મોર્નિંગ વોક પણ કરી હતી.
First published: