Home /News /politics /

યેદિયુરપ્પાના રાજીનામા પછી હવે શું થશે? કોણ બનશે કર્ણાટકનો કિંગ

યેદિયુરપ્પાના રાજીનામા પછી હવે શું થશે? કોણ બનશે કર્ણાટકનો કિંગ

    કર્ણાટક વિધાનસભામાં બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેમની પાસે બહુમતીનો જાદૂઈ આંકડો નહતો. બીજેપી પાસે 104 ધારાસભ્ય હતા, બહુમતીથી આઠ ઓછા. યેદિયુરપ્પાની ખુરશી ગયા બાદ હવે શું થશે? આ પ્રશ્ન હાલમાં બધાના મનમાં છે. અસલમાં હવે વિપક્ષનો પલડો ભારે બની જશે. વિપક્ષ સરકાર બનાવવાની કવાયત શરૂ કરશે.

    ફ્લોર ટેસ્ટ કર્યા પહેલા જ રાજીનામું આપી દેવાના કારણે પ્રો-ટેમ સ્પીકર ગવર્નરને સૂચના આપશે. જણાવશે કે, 17મેના દિવસે બીએસ યેદિયુરપ્પા સરકાર સંસદમાં બહુમતી સાબિત કરી શકી નહતી, ત્યાર બાદ વિપક્ષના નેતા પોતે ગવર્નર પાસે દાવો રજૂ કરવા જઈ શકે છે અથવા ફરીથી ગવર્નર તેમને આ માટે આમંત્રણ આપી શકે છે.

    જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન નેતા એચડી કુમારસ્વામી રાજ્યપાલને જણાવશે કે, તેઓ ક્યારે સીએમ પદની શપથ લેશે. તેમને તે સમય મળશે. રાજ્યપાલ બહુમત સાબિત કરવા માટે સમય આપશે. કર્ણાટક વિધાનસભાનું કાર્યકાળ 28 મેના દિવસે ખત્મ થઈ રહ્યો છે. તેનાથી પહેલા રાજ્યપાલને નવી સરકારની રચના કરવી પડશે.

    દિલ્હી યૂનિવર્સિટમાં પોલિટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર સુબોધ કુમાર કહે છે કે, ઈલેક્શનથી પહેલા થયેલ ગઠબંધનની સરકારો વધારે ચાલી નથી. જ્યારે ઈલેક્શન બાદ થયેલ ગઠબંધનની સરકારો સારી ચાલી છે. રાજ્યપાલને તે સમજવું જોઈએ. યેદિયુરપ્પા બહુમત સાબિત કરી શક્યા નથી તેથી રાજીનામું આપી દીધું. હવે રાજ્યપાલે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના નેતાને સરકાર બનાવવા માટે બોલવવા પડશે.

    કર્ણાટકના ગવર્નર વજૂભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બીએસ યેદિયુરપ્પાએ વિવાદો વચ્ચે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. જ્યારે મણીપુર, ગોવા અને બિહારમાં સૌથી મોટી પાર્ટીઓની જગ્યાએ ગઠબંધનને તક આપવામાં આવી હતી.

    કર્ણાટકમાં વજૂભાઈ વાળાએ બહુમતવાળા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નહતું, જેને લઈને બંને પાર્ટીઓ નારાજ હતી. તે માટે તેમને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, ત્યાર બાદ કોર્ટ શનિવારે જ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે રાજ્યપાલે 15 દિવસનો સમય આપ્યો હતો. કોંગ્રેસ અને જેડી(એસ)ના સંયુક્ત ગઠબંધનના પહેલા જ 116 સભ્યોનો લિસ્ટ રાજ્યપાલને સુપ્રત કરી દીધો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Bs yeddyurappa, JDS, Karnataka assembly, Karnataka Election 2018, National news

    આગામી સમાચાર