કર્ણાટક પર યશવંત સિંહાનું ટ્વિટ, આ 2019નું રિહર્સલ છે

News18 Gujarati
Updated: May 17, 2018, 2:48 PM IST
કર્ણાટક પર યશવંત સિંહાનું ટ્વિટ, આ 2019નું રિહર્સલ છે

  • Share this:
કર્ણાટકના રાજકારણ પર હાલ બધાની નજર છે. આ વચ્ચે યેદુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કોંગ્રેસ અને ભાજપની આ રાજનૈતિક લડાઇમાં હવે ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાએ ટ્વિટ કરી એક નવો વિવાદ ઊભો કર્યો છે. કર્ણાટકમાં જે રાજકીય નાટક ચાલી રહ્યું છે તે પર યશવંત સિંહાએ કહ્યું છે કે "હાલ કર્ણાટકમાં જે પણ થઇ રહ્યું છે તે 2019નું રિહર્સલ છે. અને આ વાતને માટે વોર્નિંગ તરીકે લેવું". ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જાહેરમાં ભાજપ પર આકાર પ્રહાર કરનાર યશવંત સિંહાએ આ વખતે પણ ભાજપનો કાન મસળવામાં કોઇ પાછી પાની નહતી કરી. યશવંત સિંહાએ ટ્વિટ કરીને કહ્યું કે "હું ખુશ છું કે મેં પાર્ટી છોડી દીધી છે, જે ખરાબ રીતે કર્ણાટકમાં લોકતંત્રના ચીંથરા ઉડાવી રહી છે. જો આવનારા વર્ષે ભાજપને બહુમતી નહી મળી તો આવું ફરી થશે, પ્લીઝ આની મારી ચેતવણી સમજવી. "એટલું જ નહીં આ પછી યશંવત સિંહાએ એક બીજું ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે કર્ણાટકમાં આજે જે કંઇ પણ થયું છે દિલ્હીમાં પણ લોકસભાની ચૂંટણી પછી થવાનું છે. નોંધનીય છે કે આ પહેલા નિરવ મોદીના કૌભાંડ વખતે પણ યશવંત સિંહાએ ભાજપને આડે હાથ લીધી હતી. અને તે પછી પાર્ટી પણ છોડી હતી. જો કે યશવંત સિંહા સિવાય શિવસેનાએ પણ કર્ણાટક મામલે ભાજપને આડે હાથે લીધી હતી. ભાજપની પૂર્વ સહયોગી પાર્ટી તેવી શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું કે જ્યારે આવી ઘટનાઓ થાય છે ત્યારે લોકો કહે છે કે લોકતંત્રની હત્યા થઇ ગઇ છે. પણ જ્યારે દેશમાં લોકતંત્ર બચ્યું જ નથી તો હત્યા કોની થશે?
First published: May 17, 2018, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading