Home /News /politics /કોણ હશે બીજેપીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ; શું થશે નડ્ડાનું? સમજો રાજકીય સમીકરણ

કોણ હશે બીજેપીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ; શું થશે નડ્ડાનું? સમજો રાજકીય સમીકરણ

BJP New National President: બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં પાંચ મહિનાથી પણ ઓછો સમય વધ્યો છે, તેવામાં દેશની સૌથી મજબૂત પાર્ટીની કમાનને આગળ કોણ સંભાળશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે

BJP New National President: બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં પાંચ મહિનાથી પણ ઓછો સમય વધ્યો છે, તેવામાં દેશની સૌથી મજબૂત પાર્ટીની કમાનને આગળ કોણ સંભાળશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થશે. નવા પ્રમુખની ચૂંટણી પહેલા સંગઠને વિવિધ રાજ્યોમાં પણ નવેસરથી વિસ્તરણ કરવાનું છે. નડ્ડાનો કાર્યકાળ પૂરો થવામાં પાંચ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે.

  આવા સંજોગોમાં ચર્ચા શરૂ થઈ છે કે હવે સત્તાધારી પક્ષની કમાન કોણ સંભાળશે? શું નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવશે કે નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે? જો કોઈ નવો વ્યક્તિ અધ્યક્ષ બનશે તો જેપી નડ્ડા શું કરશે? આમ વર્તમાનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યાં છે... તો ચાલો તે અંગેના સમીકરણ શું કહે છે, તેના ઉપર મારીએ એક નજર...

  પહેલા તે સમજો કે ભાજપમાં ચૂંટણી કેવી રીતે થાય છે?

  ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય સંગઠનોની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. નિયમો અનુસાર જો 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થઈ હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. નડ્ડાએ 2020માં પાર્ટીની કમાન સંભાળી હતી. તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂર્ણ થાય છે.

  ભારતીય જનતા પાર્ટીના બંધારણની કલમ 19 રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જોગવાઈ કરે છે. તે અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના ઉલ્લેખિત સભ્યોનો સમાવેશ થાય છે.

  રાષ્ટ્રીય અધ્યક્ષ એકમાત્ર એવી વ્યક્તિ બની શકે છે જે ઓછામાં ઓછી ચાર ટર્મ માટે પાર્ટીનો સક્રિય સભ્ય રહ્યો હોય અથવા ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પાર્ટીનો સક્રિય સભ્ય રહ્યો હોય. ઈલેક્ટોરલ કોલેજમાંથી કુલ 20 સભ્યો એવા નેતાના નામની દરખાસ્ત કરશે જે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે યોગ્યતા ધરાવતા હોય. અહીં એ પણ જરૂરી છે કે આ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા એવા પાંચ રાજ્યોમાંથી પણ આવે જ્યાં ચૂંટણીઓ થઈ ચૂકી હોય.

  અધ્યક્ષ અને અન્ય સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?

  પાર્ટીના બંધારણના અનુચ્છેદ 21 મુજબ, કોઈ વ્યક્તિ ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ માટે જ ભાજપનો અધ્યક્ષ બની શકે છે. રાજ્ય કારોબારી, પરિષદ, સમિતિના હોદ્દેદારો અને સભ્યોનો કાર્યકાળ પણ ત્રણ વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે.

  હવે સમજીએ કોણ બની શકે છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ?

  અમે આ જ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાને પૂછ્યો હતો. તેમણે કહ્યું, “વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જેપી નડ્ડા હિમાચલ પ્રદેશથી આવે છે. આ વર્ષે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી 2023માં નવ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમાંથી ત્રણ ચૂંટણી ફેબ્રુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવે.

  આ પહેલા 2018માં અમિત શાહ અધ્યક્ષ હતા ત્યારબાદ તેમનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. તેવામાં શક્ય છે કે જેપી નડ્ડાનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવે. ઓછામાં ઓછું 2023માં થનારી ત્રણ-ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી સુધી નડ્ડાને અધ્યક્ષના પદ પર બનાવ રાખવામાં આવી શકે છે.

  આ અંગે વરિષ્ઠ પત્રકાર પ્રમોદ કુમાર અનુસાર- 'જેપી નડ્ડા, અમિત શાહ અને પીએમ મોદીનું સંયોજન અત્યારે સારું ચાલી રહ્યું છે. તેવામાં નડ્ડાના સારા કાર્યકાળને જોતા તેમને બીજી ટર્મ પણ મળી શકે છે.

  ભાજપમાં કોઈપણ નેતાનું કદ વધવા દેવામાં આવતું નથી

  પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ.અજય કુમાર સિંઘે આ અંગે થોડો અલગ જવાબ આપ્યો હતો. તેમના અનુસાર- 2014થી ભાજપમાં ટ્રેન્ડ બદલાયો છે. હવે એક નેતા બહુ દૂર જાય (પાર્ટીમાં કદ વધે છે) છે તો બીજાને તેને પાડવા માટે ઉભો કરી દેવામાં આવે છે. નડ્ડાનો કાર્યકાળ સારો રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને બીજી ટર્મ પણ મળી જશે.

  પ્રો. સિંહના કહેવા પ્રમાણે, હાલમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતના છે. રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતના ઓડિશાના વતની છે. ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના છે. આવી સ્થિતિમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશના હોઈ શકે છે. 2024ની લોકસભા ચૂંટણી માટે પણ આ જરૂરી છે. યુપીના ઘણા પછાત નેતાઓ આ રેસમાં જોડાઈ શકે છે. પાર્ટી બ્રાહ્મણ ચહેરા પર પણ દાવ રમી શકે છે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन