Home /News /politics /રાહુલ, મમતા અથવા નીતિશ? કે પછી 2024માં અરવિંદ કેજરીવાલ પર દાવ લગાવશે વિપક્ષ? જાણો

રાહુલ, મમતા અથવા નીતિશ? કે પછી 2024માં અરવિંદ કેજરીવાલ પર દાવ લગાવશે વિપક્ષ? જાણો

કોંગ્રેસ ઉપરાંત બે રાજ્યોમાં સત્તામાં રહેનાર એક માત્ર પાર્ટી આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને વિપક્ષનો ચહેરો બનાવવા માટે પોતાનો રાજકિય દાવ ચાલી દીધો છે-

કોંગ્રેસ ઉપરાંત બે રાજ્યોમાં સત્તામાં રહેનાર એક માત્ર પાર્ટી આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને વિપક્ષનો ચહેરો બનાવવા માટે પોતાનો રાજકિય દાવ ચાલી દીધો છે-

  નવી દિલ્હી:  જ્યારે નરેન્દ્ર મોદીએ 2014માં પ્રથમ વખત લોકસભા અને ગુજરાત બહાર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો તો અરવિંદ કેજરીવાલે એક હિમતભર્યું પગલું ભર્યું હતું. તેમણે તેવા સમયે વારાણસીમાં મોદી વિરૂદ્ધ પોતાને મેદાનમાં ઉતાર્યા, જ્યારે વિપક્ષના ટોચના અન્ય નેતાઓ તેમના સામે ઉભા રહેવાની હિંમત કરી રહ્યાં નહતા. ચૂંટણીમાં કેજરીવાલ હારી ગયા પરંતુ તેમણે જનતા સામે પોતાની વાત રાખી. શનિવારે જેમ કે દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેજરીવાલને 2024ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પીએમના ચહેરાના રૂપમાં જાહેર કર્યા અને કહ્યું કે આખો દેશ 2024માં એક તક કેજરીવાલને આપવા માટે તૈયાર છે., તેવામાં હવે ચૂંટણીઓ નજીક આવતા ધીમે-ધીમે રાજકીય ઘટનાઓ સંપૂર્ણ રીતે પોતાના રંગમાં રંગાવવા લાગી છે અને નવા-નવા કાવા-દાંવા સામે આવવા લાગ્યા છે.

  કોંગ્રેસ ઉપરાંત બે રાજ્યોમાં સત્તામાં રહેનાર એક માત્ર પાર્ટી આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને વિપક્ષનો ચહેરો બનાવવા માટે પોતાનો રાજકિય દાવ ચાલી દીધો છે. જોકે, કોંગ્રેસના રાહુલ ગાંધી અને મમતા બેનર્જી, નીતિશ કુમાર સહિત કે. ચંદ્રશેખર રાવ જેવા અન્ય મુખ્યમંત્રી પણ આ પદની સ્પર્ધામાં સામેલ છે. વેરવિખેર વિપક્ષના કારણે આમ આદમી પાર્ટીને લાગી રહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ જ પીએમ મોદીને ટક્કર આપનાર પડકારપૂર્ણ કાર્ય માટે મતદાતાઓ વચ્ચે યોગ્ય વિકલ્પ છે. પોતાની રાજનીતિના મૂળમાં રાષ્ટ્રવાદ અને નરમ હિન્દુત્વ સાથે કેજરીવાલે વર્ષોથી પોતાની આમ આદમી પાર્ટીની છબિનો હવાલો આપતા એક નેતાના રૂપમાં વ્યાપક સ્વીકાર્ય બને તેવો લક્ષ્ય રાખ્યો છે.

  પીએમ મોદીના "હર ઘર તિરંગા અભિયાન" સાથે મેળ ખાતા  દિલ્હીમાં સેકન્ડો રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત કરવાનું કામ હોય કે પછી મંદિરોમાં દર્શન માટે જવું હોય અથવા કટ્ટર ઈમાનદાર (ગેર-ભ્રષ્ટ) છબિ સાથે-સાથે હાલમાં જ શરૂ કરવામાં આવેલ ભારતને મહાન અને નંબર વન બનાવવાની નીતિ હોય... આપને લાગે છે કે, કેજરીવાલે રાજકીય રીતે લગાવેલા પોતાના બધા જ નિશાના ચૂંટણી લક્ષી રીતે યોગ્ય અને સચોટ રીતે પોતાની જગ્યા પર લાગ્યા છે. કેજરીવાલની પાર્ટીમાં સત્તા પણ નિર્વિવાદ છે અને તેમણે પણ નરેન્દ્ર મોદીની જેમ જ કોઈપણ નેતાથી કોઈ જ પડકાર આપવામાં આવ્યો નથી. તે ઉપરાંત તેઓ અનેક રાજ્યોમાં વોટ માંગવા માટે AAPનો ચહેરો છે, જેવી રીતે બીજેપી માટે નરેન્દ્ર મોદી છે.

  આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, કોંગ્રેસ ઉપરાંત આપ જ એકમાત્ર એવી પાર્ટી છે, જેના પાસે ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં સંગઠનાત્મક શક્તિ છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગોવા અને ત્રિપુરા જેવા નાના રાજ્યોમાં પણ આવું કરવાની કોશિશ કરી પરંતુ પરિણામ અત્યાર સુધી ઉત્સાહનજન આવ્યા નથી.

  કોંગ્રેસ નેતાઓ અનુસાર મમતા બેનર્જીની લઘુમતી તૃષ્ટિકરણની છબિ અને એક ગેર-હિન્દી ભાષી નેતા હોવું ઉત્તર ભારતીય રાજ્યોમાં તેમને વોટ મેળવવા પડકારજનક રહેશે અને હાલમાં જ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં વારાણસીમાં તૃણમૂલ સુપ્રીમો દ્વારા અખિલેશ યાદવ માટે પ્રચાર કરવાને લઈને તેનું પરિણામ સ્પષ્ટ દેખાયું હતું. પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામના નારાઓ પર મમતા બેનર્જી દ્વારા ઉઠાવેલી આપત્તિ પર ભાજપ દ્વારા વારંવાર પ્રતિક્રિયા આપી છે, જે તેમની રાષ્ટ્રીય મહત્વકાક્ષાઓ ઉપર પણ અનેક પ્રશ્ન ઉભા કરે છે.

  તેલંગાણા સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ કેસીઆરને પણ મમતા જેવો જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહ રાજ્યને છોડી દેવામાં આવે તો  દેશના એક પણ ભાગમાં તેમની થોડી એવી પણ  લોકપ્રિયતા જોવા મળી રહી નથી.  કદાચ તેમના અવાઝને સાંભળવાનું અન્ય રાજ્યના લોકો પસંદ ના પણ કરી શકે છે.  આ વચ્ચે આરજેડી સાથે બિહારમાં સરકાર બનાવવા માટે એનડીએ સાથે પોતાનો છેડો ફાડ્યા પછી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 2024માં પીએમ મોદી વિરૂદ્ધ વિપક્ષના ચહેરાની ભૂમિકા માટે પોતાને ઉભા કરી દીધા છે. આ દરમિયાન એક નિવેદનમાં કહ્યું પણ છે કે, જે લોકો 2014માં આવ્યા હતા, બની શકે છે કે તેઓ 2024માં સત્તા પરથી દૂર થઈ જાય.

  જોકે, નીતિશ કુમારની સ્પષ્ટ છબિ હોવા છતાં બિહારમાં તેમની રાજકીય શક્તિ ઓછી છે અને તેમની વિકાસ પુરૂષની છબિને તેમના દ્વારા કરવામાં આવેલા વારં-વારના રાજકિય કાવાદાવાઓ કરીને સત્તામાં બનેલા રહેવા માટે અને બીજાઓ પર નિર્ભરતા અને અન્ય પાર્ટીઓ વચ્ચે તેમની વિશ્વસનીયતાની અછતને ઉજાગર કરી છે. બિહારમાં હાલના સમયમાં આરજેડી અને બીજેપી પછી જેડીયુ ત્રીજા નંબરની પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ હજું પણ રાહુલ ગાંધી ઉપરાંત અન્ય પીએમ ચેલેન્જને સ્વીકાર કરતી નથી, જેમ કે બિહાર કોંગ્રેસ અધ્યક્ષે નીતિશ કુમારના હંગામા પછી તરત જ કહ્યું હતું.

  જોકે, આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ18ને જણાવ્યું હતુ કે, એક ઝાળ છે, તેનાથી વિપક્ષને બહાર આવવું જોઈએ, કેમ કે 2014 અને 2019 બંનેમાં રાહુલ ગાંધીના પડકારને હરાવ્યા પછી ભાજપા પણ પીએમના ચહેરાના રૂપમાં રાહુલ ગાંધીને ઈચ્છે છે. તેથી મનીષ સિસોદિયા દ્વારા શનિવારે 2024માં એક તક કેજરીવાલને આપવાની જોર-શોરથી જાહેરાત કરી દેવામાં આવી છે.

  ભાજપા નેતા વ્યક્તિગત રીતે સ્વીકાર કરે છે કે કેજરીવાલ અન્ય નેતાઓની જેમ પીએમ મોદીને પારંપારિક રીતે સ્વીકારતા નથી, જે તેમણે પ્રબળ દાવેદાર બનાવે છે. તે દિલ્હીમાં તેમના મંત્રીઓ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને કોંભાડોના કારણે કેજરીવાલની પાર્ટી પર ભાજપા દ્વારા કરવામાં આવેલા મજબૂત હુમલાઓ અથવા પંજાબમાં સંદિગ્ધ પગલાઓને દર્શાવે છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં AAPએ એક ચોંકાવનાર પરિણામમાં સત્તા મેળવી હતી.

  હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સહિત કેજરીવાલના ગૃહ રાજ્ય હરિયાણામાં આગામી ચૂંટણીઓને નજરમાં રાખીને એક આક્રામક અભિયાન પર છે, જ્યાં તે હવે કોંગ્રેસને હાંસિયા પર ધકેલીને સત્તાધારી ભાજપા વિરૂદ્ધ મુખ્ય વિપક્ષના રૂપમાં ઉભરવાની કોશિશ કરી રહી છે. ભાજપા સરકાર તરફથી એજન્સીઓ દ્વારા તેમને નિશાના બનાવ્યાને આધાર બનાવીને કેજરીવાલ 2024માં મોટા પગલાઓ ભરવા માટે પોતાને તૈયાર કરી રહ્યાં છે. તેમણે લાગે છે કે, 2024માં પીએમ મોદીને પડકારવા માટે વિપક્ષ પાસે સૌથી સારી અને ઉત્તમ તક છે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Nitish Kumar, આમ આદમી પાર્ટી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन