વિપક્ષે તમામ પત્તા ખોલ્યા, હવે 2019 ચૂંટણી પહેલા મોદી રમશે આવી બાજી

News18 Gujarati
Updated: July 12, 2018, 5:34 PM IST
વિપક્ષે તમામ પત્તા ખોલ્યા, હવે 2019 ચૂંટણી પહેલા મોદી રમશે આવી બાજી
News18 Gujarati
Updated: July 12, 2018, 5:34 PM IST
ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં જીત અને કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ વિપક્ષીદળે પોતાના તમામ પત્તા ખોલી નાખ્યા છે, મહાગઠબંધન પણ થઇ ગયું, ભાજપ વિરુદ્ધ એક ઉમેદવાર ઉભો રાખવાની સહમતી પણ ટૂંક સમયમાં બની જશે, કોંગ્રેસને લઇને તમામ વિપક્ષ પાર્ટી મોટી મોટી રેલી કરી રહી છે, જ્યાં સુધી વિપક્ષ પોતાના પત્તા ખોલતું રહ્યું ત્યાં સુધી ભાજપ ચૂપ રહ્યું અને રણનીતિ પણ બનાવી.

ગત મહિને પાંચ રાજ્યોના શેરડીના ખેડૂતો સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ સરકારની સાથો સાથ ભાજપનું હાઇકમાન્ડ પણ હરકતમાં આવી ગયું છે. પહેલા કેન્દ્રીય મંત્રીમંડળે અંદાજે 24 ખરીફ પાક પર 4થી 52 ટકા સુધી ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી વધાર્યું તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ એક પછી એક રાજ્યોની મુલાકાત કરવાનું શરૂ કર્યું છે, શાહ વિસ્તારકો સાથે મુલાકાત કરી રહ્યાં છે, શક્તિ કેન્દ્ર એટલે બૂથ મેનેજરોની સાથે મળીને લક્ષ્ય નક્કી કરી રહ્યાં છે, ચૂંટણી સંચાલન સમિતિની સાથે મંથન પણ ચાલું છે, એનો અર્થ એ થયો કે સંપૂર્ણ પાર્ટી અને મોદી સરકાર ચૂંટણીના રંગમાં આવી ગયું છે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી દિલ્હીમાં ચૂપ બેસી નહીં રહે, વાત ખેડૂતોથી શરૂ થઇ તો ભાજપના રણનીતિકારોએ નક્કી કર્યું છે કે દેશના ચારેય ભાગમાં એક-એક ખેડૂત રેલી કરવામાં આવે, શરૂઆત બુધવારે 11 જુલાઇએ પંજાબના મુક્તસરમાંથી થઇ છે, ત્યારબાદ યુપીના શાહજહાંપુરમાં 21 જુલાઇએ એક મોટી ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ એક-એક ખેડૂત રેલી ઓડિશા અને કર્ણાટકમાં યોજાશે, આ રેલીમાં પીએમ મોદી ખેડૂતોના હકમાં લેવામાં આવેલા સરકારી નિર્ણયો, ખાસ કરીને એમએસપી વધારવાના નિર્ણયો અંગે માહિતગાર કરશે.

9મી જુલાઇએ દિલ્હી નજીક આવેલા નોએડામાં સેમસંગ કંપનીના યુનિટનું ઉદ્ધાટન કરી પીએમ મોદીએ યુપીમાં પણ મોરચો ખોલી નાખ્યો છે, જુલાઇ14-15ના રોજ મુલાયમના સંસદીય વિસ્તાર આઝમગઢ, વારાણસી અને મિર્ઝાપુરનો પ્રવાસ કરશે. ત્યારબાદ 21મી જુલાઇએ શાહજહાંપુરમાં ખેડૂત રેલી અને 29 જુલાઇએ લખનઉમાં શહેર વિકાસ મંત્રાલયના સ્માર્ટ સિટી કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આ ચાર વિસ્તારમાં 4 રેલી યોજી પીએમ મોદી મહાગઠબંધન વિશે પણ વિચારશે.

આવનારા મહિનામાં વડાપ્રધાન મોદીના દેશભરમાં અનેક પ્રવાસનું આયોજન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીની યોજના દેશભરમાં 50 રેલી કરવાની છે, જેમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનાને બાકાત રાખવામાં આવશે, કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીશગઢમાં વિધાનસભા ચૂંટણીની ખાસ રેલીનું આયોજન હશે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...