Home /News /politics /

2019 લોકસભા ચૂંટણીઃ નીતીશ અને ઉદ્ધવ હવે શું કરશે, ભાજપ સામે લડશે કે સમર્પણ કરશે ?

2019 લોકસભા ચૂંટણીઃ નીતીશ અને ઉદ્ધવ હવે શું કરશે, ભાજપ સામે લડશે કે સમર્પણ કરશે ?

    શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને જદયુ પ્રમુખ નીતીશ કુમાર છેલ્લા ઘણા સમયથી ભાજપ વિરુદ્ધ નિવેદનો આપી ચર્ચામાં આવી રહ્યાં છે. પરંતુ દેશમાં ભાજપની ખાસ કરીને મોદીની લહેર યથાવત્ છે, જેને લઇને શિવસેના અને જદયુ પોતાના અસ્તિસ્વને લઇને ચિંતા વધી ગઇ છે. ખાસ વાત તો એ છે કે બંનેમાં એક ભાજપ સાથે હાથ મિલાવી સત્તા પર છે, તો બીજી ભાજપના સહકારથી સરકાર ચલાવી રહી છે. પરંતુ બંને હાલ અવઢવમાં છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમનું સ્થાન ક્યાં હશે, શું તેઓએ ભાજપને સાથ આપવો જોઇએ.

    પેટા ચૂંટણી બાદ શિવસેનાએ તો જાહેરમાં ભાજપ સામે યુદ્ધ છેડ્યું છે, અને જદયુ પણ ફરી ભાજપ સાથે જોડાયા બાદ મનમાં ને મનમાં અકળાઇ રહ્યું છે. પરંતુ હવે સ્થિતિ ખૂબ જ બદલાઇ ગઇ છે, શિવસેના જે બાલા સાહેબ ઠાકરેના સમયમાં મહારાષ્ટ્રમાં એક સમયે મોટાભાઇની ભુમિકામાં હતી, તે આજે ભાજપની જુનિયર એટલે કે સહયોગી પાર્ટી બની કામ કરી રહી છે. 2014માં જ્યારે ભાજપે શિવસેના સાથે ગઠબંધન તોડી નાખ્યું તો શિવસેનાને નાછૂટકે એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવી પડી હતી.

    બીજી બાજુ 2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારે ભાજપને હરાવવા માટે લાલુ પ્રસાદ યાદવ સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે હવે ભાજપ સાથે સતત મતભેદો છતા શિવસેના અને જેડીયુ બંને પાર્ટી પાસે એક જ રસ્તો છે, ભાજપ સાથે હાથ મિલાવી સાગરિતની જેમ કામ કરવું અથવા તો ભાજપ સામે પડી લડવું.

    જેવી રતી પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને આમ આદમી પાર્ટીને પોતાનો દુશ્મન માની રહી છે, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ એનસીપી, કોંગ્રેસ, એમએનએસ તથા શિવસેના ભાજપને દુશ્મન માની રહી છે, આથી જ એનસીપી-કોંગ્રેસ અને એમએનએસ હાથ મિલાવી શકે છે.

    મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી બંને તુલનાત્મક રીતે શિવસેના જેટલું જ કદ ધરાવે છે, કારણ કે શિવસેનાનું હિન્દુત્વ ભાજપના એજન્ડાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, સાથે જ એમએનએસ ચીફ રાજ ઠાકરે પહેલા જ 'મોદી મુક્ત ભારત'નો નારો આપી ચૂક્યા છે. ત્યારે અંતે એન્ટી-ભાજપ ફ્રંટથી મહારાષ્ટ્રમાં કઇ પાર્ટીને સૌથી વધુ ફાયદો થશે, ભાજપ પણ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હડકંપથી માહિતગાર છે. સૂત્રોનું માનીએ તો શિવસેનાની પ્રાથમિકતા ભાજપને 2019માં રોકવાની જ છે.

    પાલઘર લોકસભા પેટાચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમામ પાર્ટીએ હાથ મીલાવવો જોઇએ, ત્યારે જોવાનું રહ્યું કે શિવસેના ભાજપને રોકવા માટે કઇ હદે જઇ શકે છે. જો કે નીતીશ કુમાર ભાજપ સામે લડે તેવું ઓછું લાગી રહ્યું છે, તેમની પાસે વિકલ્પ પણ ઓછા છે, કેમ કે કોંગ્રેસ સાથે તેઓએ સંબંધ બગાડ્યા છે, અને જેવી રીતે લાલુને તરછોડ્યા છે, નથી લાગી રહ્યું કે લાલુ ફરી તેમની સાથે હાથ મીલાવે, નીતીની બીજી મુશ્કેલી એ પણ છે કે તેઓ પોતાના દમ પર સરકાર પણ નથી બનાવી શકે તેમ, ભાજપ પણ આ વાતથી જાણકાર છે, અને તેઓને બિહારમાં પોતાની પહોંચ વધારવી છે તો જેડીયુની શક્તિ ઘટાડવી પડશે અથવા બીજા નંબરે લાવવું પડશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Nitish Kumar, Shivsena, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन