જેસન હોલ્ડરની કેપ્ટનસીમાં રમી રહેલ વેસ્ટ ઈન્ડિઝ ટીમે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં મહેમાન શ્રીલંકાને 226 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-થી લીડ મેળવી લીધી છે. કેરેબિયન ટીમ માટે આ જીત ખુબ જ મહત્વપૂર્ણ રહી કેમ કે, આ મેચમાં એક એવું કારનામું કરી નાંખ્યું, જેના માટે તેને 291 ટેસ્ટ અને 33 વર્ષની રાહ જોવી પડી છે.
33 વર્ષ પછી મેળવી અનોખી સિદ્ધિ
શ્રીલંકા ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે અને તેને પોર્ટ ઓફ સ્પેનમાં પહેલી ટેસ્ટ રમી. આ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે શેન ડોરિચના 125 રનની મદદથી પહેલી ઈનિંગમાં 241/8 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી. જ્યારે શ્રીલંકન ટીમ માત્ર 185 રન પર જ સમેટાઈ ગઈ, જ્યારે બીજી ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝે 223/7 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી દીધી. લગભગ 33 વર્ષ પછી તેવું થયું જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પોતાની બંને ઈનિંગ ડિક્લેર કરી છે. આનાથી પહેલા એપ્રિલ 1985માં વેસ્ટ ઈન્ડિઝે જોર્જટાઉન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બંને ઈનિંગ ડિક્લેર કરી હતી.
જોકે, વિન્ડીઝે શ્રીલંકાને મેચ જીતાવવા માટે 453 રનનો ટાર્ગેટ આપ્યો છે. કુશલ મેન્ડિશ જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે, આ મેચને ડ્રો કરાવી લેશે, પરંતુ કુશલ મેન્ડિસ (102 રન)ના આઉટ થતાની સાથે જ શ્રીલંકન ઈનિંગ વિખેરાઈ ગઈ હતી. પાછળથી 26 બોલમાં જ શ્રીલંકાની પાંચ ખેલાડીઓ આઉટ થઈ ગયા અને મેજબાન ટીમે બાજીમારી લીધી. અંતિમ પાચ વિકેટમાંથી રોસ્ટન ચેજે ત્રણ તો દેવેન્દ્ર બિસૂએ બે વિકેટ પોતાના નામે કરી લીધી.
આવી છે વિન્ડીઝ ટેસ્ટ યાત્રા
વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધી 531 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 169માં જીત મેળવી છે, જ્યારે 187માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ટ્રાઈ રહી છે અને 174 મેચ ડ્રો રહ્યાં છે. ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની જીતની ટકાવારી 31.82 છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર