Home /News /politics /

ગામડાઓના વિકાસ માટે એનઆરજીઓની મદદ લેશે રાજ્ય સરકાર

ગામડાઓના વિકાસ માટે એનઆરજીઓની મદદ લેશે રાજ્ય સરકાર

અમદાવાદઃરાજ્ય સરકાર હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે વતન સેવા નામની યોજના શરુ કરવા જઇ રહી છે. સરકારની આ યોજના પાછળની ગણતરી એ છેકે આનાથી વિદેશમાં વસતા ગુજરાતીઓને રાજ્યના ગામડાઓ દત્તક અપાય અને ગામડાઓનો વિકાસમાં એનઆરજીની મદદ લેવાનુ નક્કી કર્યુ છે. જેમાં સરકાર ગામોનો વિકાસ પણ કરશે અને રાજ્યમાં વિદેશી ઇન્વેસ્ટેમેન્ટમાં લાવવાની યોજના પણ તૈયાર કરાશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

વિદેશમાં વસતા ગુજરાતીઓ જો પોતાના વતન માટે કઇ કરવા માંગતા હશે તો તેમને સરકારે તમામ પ્રકારની સુવિધાઓ આપવાની તૈયારી દર્શાવી છે. જેના માટે શક્ય હોય તેટલા ગુજરાતી એનઆરઆજીને આકર્ષવા સરકાર ખાસ રણનિતિ બનાવી રહી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓને આકર્ષવા માટે સરકાર વતન સેવા નામની યોજના બનાવી રહી છે.

જેમાં સ્કુલથી લઇને ટોઇલેટ અને હોસ્પીટલથી લઇને પ્રાથમિક સુવિધાઓ એનઆરજી બનાવીને પોતાની માતૃભુમિના ઋણ  અદા કરે તેવો ભાવ ઉભો કરવા માટે સરકાર હવે તમામ વિદેશી ગુજરાતીઓને ખાસ પત્ર લખવાની તૈયારી પણ કરી રહી છે.  આમ તો સરકાર પહેલાથી જ  વિદેશમા વસતા ગુજરાતીઓને એનઆરજી કાર્ડ આપીને તેમને પ્રાથમિકતા આપે છે.

રાજ્યમાંથી એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ ગુજરાતીઓ વિવિધ દેશોમાં વસવાટ કરે છે. પણ આશ્ચર્યની વાત એ છેકે સરકાર પાસે કેટલા ગુજરાતીઓ વિદેશમાં છે તેનો ચોક્કસ આકડો નથી, ત્યારે સરકારે તમામ કલેક્ટરથી માંડી ને તલાટીઓને પહેલા તો વિદેશમાં વસતા ગુજરાતીઓના આંકડા એકત્ર કરવાની સુચના અાપી છે.

આમ તો 2015 જાન્યુઆરીમાં આયોજિત વિશ્વ પ્રવાસી ભારતીય દિવસમાં સરકારે આ યોજના તો બનાવી હતી. પણ તેનો અમલ હજુ સુધી થઇ શક્યો નથી. મહત્વની વાત એ છે કે ત્યારે પણ આવેલા ગુજરાતીઓએ લાગણી વ્યક્ત કરી હતી કે તેમને પોતાના ગામ માટે કઇક  કરવું છે પણ સ્થાનિક સ્તરે સપોર્ટ મળતો નથી. ત્યારે હવે તેના અમલી કરણ માટે વિભાગે કામગીરી શરુ દીધી છે.

આમ તો એનઆરજી વિભાગ દ્રારા  બાંધકામ વિભાગથી માંડી આરોગ્ય, ગૃહ વિભાગથી માંડી ઉર્જા વિભાગ સહિત તમામ વિભાગોને સ્પષ્ટ સુચનાઓ આપી દેવામાં આવી છે કે જો કોઇ એનઆરજીની અરજી વિકાસની કામગીરી માટે આવે અથવા બાધકામને લઇને આવે તો તેને પ્રાધાન્યતા આપવામાં આવે. આ માટે એનઆરજી વિભાગ હવે સીએમને એક પ્રોપોઝલ પણ મોકલી આપશે અને સીએમની મંજુરી બાદ આ યોજના અમલી કરવાય તેવી પ્રબળ  સંભાવના છે.
First published:

Tags: ગામડા, ગુજરાત, રાજકારણ, વિકાસ, વિવાદ

આગામી સમાચાર