ઝીરો ગ્રેવિટીમાં પણ સૌથી ઝડપી દોડ્યો યુસૈન બોલ્ટ, VIDEO વાયરલ

બોલ્ટ એરબસ એ 310ના ઝીરો જી પ્લેનમાં સવાર હતો અને તેમાં ઝીરો ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો માહોલ બનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે લોકો સાથે રેસ લગાવી હતી

News18 Gujarati
Updated: September 14, 2018, 4:27 PM IST
ઝીરો ગ્રેવિટીમાં પણ સૌથી ઝડપી દોડ્યો યુસૈન બોલ્ટ, VIDEO વાયરલ
બોલ્ટે ઝીરો ગ્રેવિટીમાં રેસ લગાવી હતી અને જીત પણ મેળવી હતી
News18 Gujarati
Updated: September 14, 2018, 4:27 PM IST
ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ જીતનાર દુનિયાના સૌથી ઝડપી દોડવીર એથ્લેટ યુસૈન બોલ્ટનો કોઈ તોડ નથી. વર્તમાનમાં ધરતી પર સૌથી ઝડપી દોડનાર આ ખેલાડીએ સ્પેસ એટલે કે અંતરિક્ષમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે. એટલે કે તેણે ઝીરો ગ્રેવિટીમાં રેસ લગાવી હતી અને જીત પણ મેળવી હતી.

બોલ્ટ એરબસ એ 310ના ઝીરો જી પ્લેનમાં સવાર હતો અને તેમાં ઝીરો ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો માહોલ બનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે લોકો સાથે રેસ લગાવી હતી અને આસાનીથી જીતી ગયો હતો. આ રેસમાં 32 વર્ષીય બોલ્ટને ફ્રેન્ચ એસ્ટ્રોનોટ જિન ફ્રાન્સિસ ક્લેરવોય અને નોવેસ્પેસના સીઈઓ અને ફ્રેન્ચ ડિઝાઈનર ઓકટેવ ડે ગોલ્લેએ પડકાર આપ્યો હતો.


યુસૈન બોલ્ટે પોતાની જીતની શેમ્પેઈનની બોટલ સાથે પોતાના ટ્રેડમાર્કમાં સેલિબ્રેટ કરી હતી. ખાસ વાત એ છે કે આ સામાન્ય શેમ્પેઈન ન હતી અને તેને ખાસ રીતે ઝીરો ગ્રેવિટીમાં પીવા લાયક બનાવી હતી.

 
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...