યોગ દિવસે ના દેખાયા અંસારી, રામ માધવે ઉઠાવ્યા સવાલ, બાદમાં માગી માફી

ભાજપના મહાસચિવ રામ માધવે ફરી એકવાર વિવાદ ખડો કર્યો, યોગ દિવસના કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની ગેરહાજરીને લઇને એમણે સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં થયેલી ટીકાને પગલે એમણે તરત જ પોતાના આ વર્તનને લઇને માફી માંગી હતી. તો ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું હતું કે, રાજધાનીમાં યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં એમને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ભાજપના મહાસચિવ રામ માધવે ફરી એકવાર વિવાદ ખડો કર્યો, યોગ દિવસના કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની ગેરહાજરીને લઇને એમણે સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં થયેલી ટીકાને પગલે એમણે તરત જ પોતાના આ વર્તનને લઇને માફી માંગી હતી. તો ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું હતું કે, રાજધાનીમાં યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં એમને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું.

આર.એસ.એસના વરિષ્ઠ નેતા રામ માધવે રાજ્યસભા ટીવી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું હતું કે, કરદાતાઓના પૈસાથી ચાલતી આ ચેનલે યોગ દિવસ કાર્યક્રમને ન બતાવી સારૂ નથી કર્યું.

માધવે પહેલા ટ્વિટ કરી કહ્યું કે બે સવાલ છે. કરદાતાઓના પૈસાથી ચાલતી રાજ્યસભા ટીવીએ શું યોગ દિવસ કાર્યક્રમને બ્લેક આઉટ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં ભાગ લીધો પરંતુ ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર રહ્યા હતા. રાજ્યસભા ટીવી વિરૂધ્ધ ભાજપના નેતાના નિવેદનને પગલે લોકોએ કાર્યક્રમના ટીવી ચેનલના કવરેજના સ્ક્રીન શોટ ટ્વિટ કરતાં રામ માધવે બીજી ટ્વિટમાં માફી માગી હતી અને લખ્યું હતું કે, મને જાણકારી મળી કે ઉપ રાષ્ટ્રપતિ અસ્વસ્થ છે. અગાઉનું મારૂ ટ્વિટ હું પરત લઉ છું. કારણ કે ઉપ રાષ્ટ્રપિતનું પદ સન્માનિય છે અને એટલે હું માફી માંગુ છું.
First published: