Home /News /politics /

VHPનો નાદ, દેશના દરેક ગામમાં બને રામ મંદિર

VHPનો નાદ, દેશના દરેક ગામમાં બને રામ મંદિર

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ દેશના દરેક ગામમાં રામ મંદિર બનાવવાનો ફેંસલો કર્યો છે. વિહિપ પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે, સંગઠને દેશના દરેક ગામમાં ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. અહીં નોંધનિય છે કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ અયોધ્યા વિવાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
લખનૌ # વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ દેશના દરેક ગામમાં રામ મંદિર બનાવવાનો ફેંસલો કર્યો છે. વિહિપ પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે, સંગઠને દેશના દરેક ગામમાં ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. અહીં નોંધનિય છે કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ અયોધ્યા વિવાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.

શર્માએ કહ્યું કે, 15 એપ્રિલથી રામનવમી શરૂ થઇ રહી છે અને એ જ દિવસે વિહિપ સાત દિવસીય રામ મહોત્સવનું આયોજન કરશે. આ દરમિયાન ભગવાન રામની દરેક ગામમાં પૂજા કરવામાં આવશે.

શર્માએ કહ્યું કે, સવા લાખ ગામો સુધી આ મહોત્સવના આધારે પહોંચવાનો પ્રયાસ કરાશે. તેમણે કહ્યું કે, રામ મહોત્સવ દરમિયાન ભગવાન રામની મૂર્તિ પૂજા કરવામાં આવશે, સ્થાપના કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીને મધ્યેનજર રાખતાં એવું કહી શકાય કે રામ મંદિર મુદ્દો મુખ્ય બની રહેશે. તાજેતરમાં જ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અયોધ્યામાં વર્ષના અંત પૂર્વે રામ મંદિર નિર્માણનું કામ શરૂ થશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મંદિર નિર્માણ આંદોલનના માધ્યમથી નહીં પરંતુ કોર્ટના આદેશ અનુસાર હશે. સ્વામીએ આશા વ્યક્ત કરી હતી કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર સુધી નિર્ણય આવી જશે અને મુસ્લિમ-હિન્દુ જુથોની પરસ્પરની સમજુતી બાદ મંદિર બનાવાશે.
First published:

Tags: અયોધ્યા રામ મંદિર, રામ મંદિર વિવાદ, વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ, વિહિપ

આગામી સમાચાર