Home /News /politics /ઉપ રાષ્ટ્રપતિના નિવેદનથી VHP ખફા, કહ્યું- અંસારી માંગે માફી

ઉપ રાષ્ટ્રપતિના નિવેદનથી VHP ખફા, કહ્યું- અંસારી માંગે માફી

નવી દિલ્હીઃ મુસલમાનો માટે હકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોવાને લઇને ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના નિવેદનને લઇને વિશ્વ હિન્દૂ પરિષદે તેમની ટીકા કરતા તેમના ઉપર આરોપ લગાવ્યો કે, આ રાજકીય અને સાંપ્રદાયિક નિવેદન છે જે ઉપરાષ્ટ્રપતિ પદના ગૌરવને અનુકૂળ નથી.

વધુ જુઓ ...
  • CNN-IBN
  • Last Updated :
નવી દિલ્હીઃ મુસલમાનો માટે હકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોવાને લઇને ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના નિવેદનને લઇને વિશ્વ હિન્દૂ પરિષદે તેમની ટીકા કરતા તેમના ઉપર આરોપ લગાવ્યો કે, આ રાજકીય અને સાંપ્રદાયિક નિવેદન છે જે ઉપ રાષ્ટ્રપતિ પદના ગૌરવને અનુકૂળ નથી. હિન્દૂત્વવાદી સંગઠને કહ્યું કે, આના પરિણામ ખતરનાક હશે.

વિશ્વ હિન્દૂ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, ઉપ રાષ્ટ્રપતિ પદને સન્માન કરતા વિહિપ આ રીતના સાંપ્રદાયિક નિવેદનની નિંદા કરે છે. આ એક રાજકીય નિવેદન છે જે ઉપ રાષ્ટ્રપતિના પદના ગૌરવને અનુકૂળ નથી.

તેઓએ કહ્યું કે, ઘણા મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતીય મુસલમાનો પાસે વધુ બંધારણીય અધિકારો છે. તેઓએ દાવો કર્યો છે કે, ઘણા વર્ષોથી તેમનો અલગ-અલગ રીતે તાજપોશી કરવામાં આવે છે. જૈને કહ્યું કે, પોતાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનથી અંસારીએ માફી માંગવી જોઇએ.
First published:

Tags: આરોપ, દિલ્હી`, દેશ, ભારત, રાજકારણ, રાજકીય, વિરોધ, વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन