Home /News /politics /ક્યારેક પૂરમાં નષ્ટ થઇ ગયું હતું કેદારનાથ કેવી રીતે બન્યું ઉત્તરાખંડનાં રાજકારણનું કેન્દ્ર

ક્યારેક પૂરમાં નષ્ટ થઇ ગયું હતું કેદારનાથ કેવી રીતે બન્યું ઉત્તરાખંડનાં રાજકારણનું કેન્દ્ર

PM મોદીએ ગુજરાતનાં CM હતાં ત્યારે જ કેદારનાથ મંદીરનાં પુનનિર્માણનો સંકલ્પ કર્યો હતો

PM Narendra Modi in Kedarnath: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પાંચમી કેદારનાથ યાત્રા છે. PMએ ચોથી વખત કેદારનાતની યાત્રા 2019માં લોકસભા ચુંટણીથી ઠીક પહેલાં કરી હતી. ત્યારે મંદિરની ગુફામાં ધ્યાન લગાવતા તેમની તસવીરો મીડિયામાં આવી હતી. જેનાં પર ખુબજ ચર્ચાઓ થઇ હતી. ખાસ વાત તો એ છે કે, શુક્રવારનાં જ્યારે PM કેદારનાથમાં હતાં ત્યારે વિપક્ષી કોંગ્રેસે રાજ્યભરમાં શિવાલયની યાત્રાઓ કરી હતી. પાર્ટીનાં પ્રચાર પ્રમુખ હરીશ રાવત હરિદ્વારનાં દક્ષ પ્રજાપતિ મંદિરમાં ગયા અને પુજારી મંત્રોચ્ચાર કરતાં હતાં. રાવતે કહ્યું કે, તેમની સરકારે કેદારનાથમાં પુનનિર્માણનું કામ શરૂ કરી દીધુ છે. જેને ભાજપ હવે પોતાનું કામ ગણાવે છે. તેણે દાવો કર્યો કે, જો કોંગ્રેસની સરકાર રાજ્યમાં આવતી તો તે કેદારનાથમાં પુનનિર્માણનું કામને આગલ વધારતી.

વધુ જુઓ ...
  અનુપમ ત્રિવેદી, નવી દિલ્હી: વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલાં પૂરને કારણે (Uttarakhand Flood 2013)ને કારણે કેદારનાથમાં ભારે તબાહી થઇ હતી. રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય બહુગુણા (Vijay Bahuguna)એ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કેદારનાથ જવાં નહોતા દીધા. તે છતાં CM મોદીએ કેદારનાથનાં પુનર્નિમાણ માટે મદદની રજૂઆત કરી હતી. પણ ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી.

  આ ઘટનાને આઠ વર્ષ થઇ ગયા છે. શુક્રવારનાં નરેન્દ્ર મોદી હવે પ્રધાનમંત્રી તરીકે કેદારનાથ પહોચ્યા હતાં. ઘણાં પુનનિર્માણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યા બાદ PM મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ હતો કે, કેદારનાથ ફરી તૈયાર થશે, તે પણ પહેલાં કરતાં વધુ ભવ્યતા વાળું.

  પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની આ પાંચમી વખત કેદારનાખ યાત્રા છે. PM ચોથી વખત કેદારનાથ 2019માં આવ્યાં હતાં. તે લોકસભા ચૂંટણીનાં ઠીક પહેલાં કેદારનાથ ગયા હતાં. ત્યાં મંદિરની ગુફામાં ધ્યાન લગાવતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ હતી અને જે ખુબજ ચર્ચામાં પણ રહી હતી.

  શું કોંગ્રેસ આ સમયે ભાજપની પિચ પર રમી રહી છે?
  રસપ્રદ વાત તો એ છે કે, શુક્રવારે જ્યારે PM મોદી કેદારનાથમાં હતાં ત્યારે વિપક્ષી કોંગ્રેસીએ રાજ્યભરનાં શિવાલયની યાત્રાઓ કરી હતી. પાર્ટીનાં પ્રચાર પ્રમુખ હરીશ રાવત હરિદ્વારનાં દક્ષ પ્રજાપતિ મંદિરમાં ગયા જ્યાં પુજારી મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. રાવતે કહ્યું કે, તેમની સરકારે કેદારનાથમાં પુનનિર્માણનું કામ શરૂ કર્યું જેને ભાજપ હવે તેમનું કામ ગણાવી રહી છે. તેમને દાવો કર્યો કે, જો કોંગ્રેસ સરકાર રાજ્યમાં આવે છે તો કેદારનાથમાં પુનનિર્માણનાં કામને આગળ વધારશે

  આ પણ વાંચો-પુન્ડીચેરી: 7 વર્ષનાં દીકરા અને પિતાનું દારુખાનાની થેલી જ ફુટી જતાં મોત, ઘટના CCTVમાં કેદ

  ઉત્તરાખંડમાં આગામી વર્ષએ વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વાત જાણવી જોઇએ કે વર્ષ 2014માં વિવાદોની વચ્ચે કોંગ્રેસ પાર્ટીનાં વિજય બહુગુણાને હટાવી હરીશ રાવતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં. ત્રણ વર્ષ બાદ વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી પણ તે કેદારનાથ સીટ પર ચૂંટણી જીતી હતી.

  આ પણ વાંચો-વાપી: પેપરમીલમાં લાગી આગ, થોડી જ વારમાં સામાન્ય આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

  કેદારનાથનો રાજનીતિક સંદેશ- 2022નાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એવું લાગે છે કે, ભાજપે ચૂંટણી એજન્ડા વિકાસ અને હિન્દુ અસ્મિતાની આસપાસ રહેશે આ વાતને ધ્યાનમાં રાખી હરીશ રાવત ગત અઠવાડિયે કેદારનાથ ગયા હતાં .અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ પંજાબનાં મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિંહ સિદ્દૂ પણ કેદારનાથની યાત્રા પર હતી.

  ભાજપનાં અલ્પસંખ્યક ચેહરા શાદાબ શમ્સનું કહેવું છે કે, કોંગ્રેસે ઝૂકીને તેમની પાર્ટીલાઇન (બીજેપી)માં આવવું પડ્યું છે. જોકે, રાજકારણ એક્સપર્ટનું કહેવું છે કે, રાજ્યમાં ઘણી વખત મુખ્યમંત્રી ચેહરો બદલાવવાને કારણે ભાજપનાં PM મોદીનાં મેજીક પર વિશ્વાસ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Kedarnath, Uttrakhand, Uttrakhand assembly election 2022, પીએમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन