...આ કારણે અમિત શાહ સામે રાહુલ ગાંધી પાણી ભરે છે !

અમિત શાહ જેવી સક્રિયતા રાહુલ ગાંધીમાં કેમ નથી જોવા મળતી ? ભાજપના 'ચાણક્ય' ની રાજકીય સફળતા પાછળ તેમની સતત મહેનત અને દોડાદોડી કારણભૂત છે

News18 Gujarati
Updated: July 10, 2018, 6:48 PM IST
...આ કારણે અમિત શાહ સામે રાહુલ ગાંધી પાણી ભરે છે !
અમિત શાહ જેવી સક્રિયતા રાહુલ ગાંધીમાં કેમ નથી જોવા મળતી ? ભાજપના 'ચાણક્ય' ની રાજકીય સફળતા પાછળ તેમની સતત મહેનત અને દોડાદોડી કારણભૂત છે
News18 Gujarati
Updated: July 10, 2018, 6:48 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. નાના-મોટા તમામ રાજકીય પક્ષો 'જનસંપર્ક' અભિયાનમાં જોડાઈ ગયા છે. જો કે ચૂંટણી જીતવાની સૌથી વધુ ભૂખ ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહી છે અને કેમ ન હોય ? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જાન્યુઆરી, 2018થી આજદિન એટલકે કે 9 જુલાઈ, 2018 સુધીમાં 19 રાજ્યોની મુલાકાત લઇ ચુક્યા છે. જયારે આ સમયગાળામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માત્ર 8 રાજ્યો સુધી જ પહોંચી શક્યા છે. જો આંકડાઓની વાત કરીયે તો રાજકીય સક્રિયતાની દૃષ્ટિએ રાહુલ ગાંધી અમિત શાહથી ક્યાંય પાછળ છે.

કેન્દ્રમાં સત્તાધીશ પક્ષ ભાજપના અધ્યક્ષ માત્ર એ રાજ્યોની જ મુલાકાત નથી લઇ રહ્યા જ્યાં ભાજપની સરકાર હોય પરંતુ એવા રાજ્યો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે; જ્યાં હજુ ભગવો લહેરાવવાનો બાકી છે. અમિત શાહને તમે એકપણ દિવસ બેઠેલા નહિ જોયા હોય ! પોતાના પક્ષને મજબૂત કરવા માટે તેઓ સતત કોઈને કોઈ જગ્યાની મુલાકાત લેતા રહે છે. તેમની સક્રિયતા ઉલટું પક્ષના અધ્યક્ષ બન્યા પછી વધી છે. અમિત શાહ હંમેશા જુના લોકોને સાચવી રાખીને નવા વ્યક્તિઓને પક્ષમાં જોડવાના સતત પ્રયત્નોમાં હોય છે. આ કારણે તેમનો પ્રવાસ પણ વધી જાય છેભારતીય જનતા પાર્ટીને ધરાતલથી મજબૂત કરવા માટે તેમણે આંધ્ર પ્રદેશ, કેરળ, ઓડિસા, તામિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા ભાજપ માટે પરંપરાગત રીતે નબળા ગણાતા રાજ્યોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ રાજ્યોમાં તેઓ ગ્રાઉન્ડ લેવલે જબરદસ્ત કામગીરી કરી રહ્યા છે. ભાજપ સંગઠનને મજબૂત કરવાની સાથે-સાથે સંગઠન સામેના પડકારો જીલવા તેઓ સતત તત્પર રહે છે. પાર્ટીના આંતરિક મતભેદોને દૂર કરી સરકાર અને સંગઠનને તાકાતવર બનાવવાની દિશામાં તેઓ સતત કાર્યરત હોય છે. હરિયાણા જેવું રાજય જ્યાં સરકારમાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યોનો અવાજ બુલંદ નથી ત્યાં એસપી, ડીસી સાથે પાર્ટીના લોકોની મુલાકાત બેઠકો યોજવાનું તેઓ સતત કહ્યા કરે છે; જેથી આગામી ચૂંટણીમાં તેની નકારાત્મક અસરો ભોગવવી ન  પડે

અમિત શાહની વેબ સાઈટ ઉપર માર્ચ, 2017 સુધીની યાત્રાનો હિસાબ તૈયાર છે. આ માહિતી અનુસાર શાહે એક દિવસમાં સરેરાશ 524 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ તેમણે છેલ્લા 32 મહિનામાં 5,07,000 થી વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, 19 રાજ્યોમાં ભાજપની જીત એ તેમની આ સક્રિયતાનું જ પરિણામ છે.

ભાજપને મજબૂત કરવા તેઓ નિયમિત પ્રવાસ કરે છે

દેશના રાજનૈતિક નકશો બદલાયો છે તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક અમિત શાહની મહેનત જવાબદાર છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈનના જણાવ્યા અનુસાર, "2017માં અમિત શાહે 110 દિવસનો પ્રવાસ કર્યો હતો.' હવે તેમણે ભાજપ માટે રાજકીય દૃષ્ટિકોણથી જટિલ મનાતા રાજ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે તેઓ પશ્ચિમ બંગાળ અને કેરળના કાર્યકર્તાઓને સમજી રહ્યા છે, તેમના ઘરે જાય છે અને જમીની વાસ્તવિકતા શું છે તે સમજવાનો પ્રવાસ કરી રહ્યા છે. બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. શાહે આ પૈકીની અડધોઅડધ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉત્તર પ્રદેશની યાત્રા કરીને તેમણે 80 પૈકીની 74 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. 2014માં ભાજપને ઉત્તરપ્રદેશમાંથી 73 બેઠકો મળી હતી
Loading...

રાહુલ ગાંધી ક્યાં અટકી પડે છે ?

એક તરફ અમિત શાહ અઢળક યાત્રાઓ કરે છે તો બીજી તરફ રાહુલ ગાંધી ઘણુંખરું રાજ્યોમાં જવાને બદલે પોતાના ઘરે અથવા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય ખાતે પદાધિકારીઓની બેઠક બોલાવી લે છે. રાહુલે પક્ષના આંધ્ર પ્રદેશ, તેલંગાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ એકમની બેઠક દિલ્હીમાં બેઠક બોલાવીને કરી હતી.રાહુલ ગાંધી : ક્યારે શરુ થશે રાજનૈતિક દોડ ?

રાજનૈતિક વિશ્લેષકોનું કહેવું છે કે, કૉંગેસ અને રાહુલની આ નિષ્ક્રિયતાને કારણે કોંગ્રેસ રાજનૈતિક રીતે માનસપટ ઉપરથી ખતમ થતી જાય છે. જો કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બન્યા પછી કોંગ્રેસ પહેલા કરતા વધુ સક્રિય બની હોય તેવું કૈક અંશે માની શકાય। કઠુઆ રેપ અને મંદસોરમાં ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી સક્રિય હતા. આરએસએસની સામે ટક્કર આપવા રાહુલ કૉંગેસ સેવાદળને નવી રીતે ઉભું કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ  જાન્યુઆરી, 2018 થી 9 જુલાઈ, 2018 સુધીમાં માત્ર 8 રાજ્યોની મુલાકાત લીધી હતી. આ વર્ષે ગાંધીએ સૌથી વધુ 20 દિવસ કર્ણાટકમાં ગાળ્યા, કારણ અહીં વિધાનસભાની ચૂંટણી હતી. ત્રિપુરા અને મેઘાલયમાં પણ તેમણે ચૂંટણીલક્ષી યાત્રાઓ કરેલી। પરંતુ ઉત્તરપ્રદેશમાં તેમના જૂના ગઢસમી બેઠકો અમેઠી અને  રાયબરેલી સિવાય ક્યાંય જવાનું ટાળ્યું। તેમને જાણકારી હશે જ કે, ઉત્તરપ્રદેશ્માં સૌથી વધુ 80 લોકસભાની બેઠકો છે. પૂર્વથી પશ્ચિમ સુધી કોંગ્રેસની હાલત અહીં ખુબ ખરાબ છે. ઉત્તરપ્રદેશ્માં કોંગ્રેસ જાણે છેલ્લા 28 વર્ષથી નિષ્ક્રિય હાલતમાં છે. આ વાસ્તવિકતા હોવા છતાં તેઓ આ બે જિલ્લામાંથી બહાર આવવાનું નામ લેતા નથી. આ દરમિયાન વચ્ચે-વચ્ચે તેમણે કરેલી વિદેશયાત્રાઓ ચર્ચાનો વિષય બનેલી !

'ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી' ના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સચિવ વિનીત પુનિયા કહે છે કે, 'સહુની કાર્યપધ્ધતિ અલગ-અલગ છે. અમારે શાહ પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. જ્યારથી રાહુલ ગાંધી સંગઠનના અધ્યક્ષ બન્યા છે ત્યારથી ઘણુંબધું બદલાયું છે. તેઓ પ્રદેશ કમિટી પાસેથી દરરોજ અહેવાલ મંગાવે છે. સંખ્યાબંધ સંગઠનો તૈયાર કરે છે. પ્રદેશની કમીટીઓને બોલાવીને તેને મજબૂત કરવાનો મંત્ર આપે છે

'24 અકબર રોડ" પુસ્તકના લેખક રશીદ કિડવાઈ કહે છે કે, "અલગ-અલગ પ્રદેશોમાં રાજકીય પ્રવાસોની અસર પ્રજા ઉપર જરૂર પડે છે. આ વાત અમિત શાહ જાણે છે, રાહુલ ગાંધી નહિ. કારણ બહુ સ્પષ્ટ છે : રાહુલની આસપાસ જે લોકોની ટિમ છે તે તેમને સાચી વાત જણાવતી જ નથી ! આ કારણે તે 'પબ્લિક કનેક્ટ' માં રહેતા નથી

2019માં સુધરશે કોંગ્રેસની હાલત?

 રશીદ કિડવાઈ માને છે કે, "કોંગ્રેસનું વર્ક કલચર એવું છે કે જો તે સમયની સાથે નહિ બદલાઈ તો તેમના માટે એ ભયંકર ભૂલ સાબિત થશે. 'રાજાશાહી'ની માનસિકતા છોડી લોકો વચ્ચે આવવાનો આ સમય છે. જે લોકો વચ્ચે જેટલો વધુ સમય ફાળવાશે તેટલો જ તેને ફાયદો થશે. મને યાદ નથી કે ભાજપ અધ્યક્ષ બન્યા પછી અમિત શાહે કોઈ વિદેશ યાત્રા કરી હોય ? આથી ઉલટું, રાહુલ ગાંધી વિદેશ યાત્રા ઉપર વધુ ફોકસ કરે છે.

અલીગઢ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અબ્દુલ રહીમ કહે છે કે, રાહુલ ગાંધી અમિત શાહ જેટલી મહેનત નથી કરતા। તેમને જો આગળ વધવું હશે તો લોકો વચ્ચે જવું પડશે। પદયાત્રા, રેલી અને સતત મુલાકાતનો ક્રમ નહિ જળવાઈ તો તે કોંગ્રેસ માટે ઘાતક સાબિત થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે પણ જબરદસ્ત પ્રયાસ કરી રહ્યા છે અને તેમની ટિમ ફિલ્ડમાં કામ કરી રહી છે.

(શબ્દાંકન : ઑમ પ્રકાશ)
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...