Home /News /politics /

જેવી રીતે કૌભાંડ કોંગ્રેસની ઓળખ બન્યા હતા, તેવી રીતે ભાજપની ઓળખ બનશે મોબ લિંચિંગ?

જેવી રીતે કૌભાંડ કોંગ્રેસની ઓળખ બન્યા હતા, તેવી રીતે ભાજપની ઓળખ બનશે મોબ લિંચિંગ?

  નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી આ ચાર વર્ષોમાં લિંચિંગની ઘટનાઓ આ સરકારની એક ખાસ ઓળખ બની ગઈ છે. જે રીતે મનમોહન સિંહની યૂપીએ-2ની સરકાર સાથે 'કૌભાંડ' શબ્દો ચોટી ગયો હતા, તેવી જ રીતે લિંચિંગ પાછલા કેટલાક વર્ષોમાં 'ખાસ વિશેષતા'ની જેમ સામે આવ્યું છે.

  આ લિંચિંગમાં માત્ર એકલ-દોકલ જગ્યાએ ભડકેલી ભીડની હિંસા નથી જે અચાનકથી થઈ અને ક્ષણભરમાં પાણીના પરપોટાની જેમ ગાયબ થઈ ગઈ પરંતુ લિંચિંગની આ ઘટનાઓ દેશભરમાં વિભિન્ન ભાગોમાં મોટા પાયે થઈ રહી છે અને રાજ્ય સરકારો આ મામલાઓને મૂક દર્શક બનીને જોઈ રહી છે અથવા ક્યારેક તો લિંચિંગ કરનાર ટોળા સાથે પણ નજરે પડી જાય છે.

  ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત કોઈ શંકા વગર તે વાતનો વિરોધ કરશે અને કહેશે કે મનમોહન સિંહ સરકારના મંત્રી તો ભષ્ટ્રાચારના મામલાઓમાં પકડાયા છે પરંતુ વર્તમાન ભાજપા સરકારનો કોઈ મંત્રી કોઈનું લિંચિંગ કરવા ગયો નથી. તેઓ 1984નો હવાલો પણ આપશે સિખોને મારનાર ભીડનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓએ કર્યું હતું.

  સિખોની હત્યા એક ખરાબ ઘટના હતી અને રાજીવ ગાંધીનું નિવેદન વાસ્તવમાં ખુબ જ ખરાબ ગણાવી શકાય પરંતુ કોંગ્રેસ મંત્રીઓએ ના ત્યારે અને ના તે સમય પછી ક્યારેય લિંચિંગના આરોપીઓનું સમર્થન કર્યું ના ક્યારેય એવું વ્યક્ત કર્યું કે પીડિતો સાથે જે થયું તેમના જવાબદાર તેઓ પોતે છે.

  અતીતમાં થયેલ કોઈ લિંચિંગ- જેમ કે દલિતો વિરૂદ્ધ, ને ક્યારેય યોગ્ય ઠેરવ્યું નથી. ના નિવેદન દ્વારા ના કે કોઈ વ્યવહાર દ્વારા તેનું જશ્ન માનાવ્યું હોય.

  હવે વાત કરીએ હાલમાં થયેલ આવી રીતની ઘટનાઓ પ ભાજપા અને સંઘ પરિવારના સભ્યોની પ્રતિક્રિયા પર. અખલાક ખાનની ક્રૂરતા પૂર્વકની હત્યાના પહેલા મોટા મામલાથી આની શરૂઆત કરીએ.

  અખલાક ખાનને કથિત રૂપે ફ્રિઝમાં ગૌમાંસ રાખવાના આરોપમાં માર મારીને ક્રૂરતા પૂર્વક જાનથી મારી નાંખવામાં આવ્યો. આ મામલામાં કથિત આરોપીઓને વારંવાર સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વરિષ્ઠ નેતાઓના તરફથી ખુલ્લુ સમર્થન મળતું રહ્યું.  કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા અખલાક ખાન હત્યા કેસમાં મુખ્ય આરોપીના ગામમાં પહોંચ્યા હતા. તે પછીથી જ મંત્રી, સાંસદ અને ધારાસભ્યોની ચિંતા આરોપીઓને સજા અપાવવાની જગ્યાએ પીડિતો દ્વારા કોઈ કાયદાના ઉલ્લંઘન વિશે વધારે વાતો કરવા લાગ્યા.

  પછી તેમને પોપટની જેમ શિખવાડવામાં આવી હોય તેવી વાતો શરૂ કરી કે બધી જ પ્રકારની હિંસા ખરાબ છે, ન્યાય જરૂર થવો જોઈએ, બધા માટે કાયદો એકસમાન છે. તે પછી તરત જ યોગી આદિત્યનાથે કહ્યું કે, ગોહત્યા બંધ થવી જોઈએ. પાછલા દિવસોમાં આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે પણ આવી જ વાત કહી. પીડિતો પર જ આરોપ લગાવવામાં આવવા લાગ્યા જે મુખ્ય રૂપે મુસ્લિમ સમુદાયમાંથી આવતા હતા.

  પોતાની બધી જ ઉંચી શિક્ષા-દીક્ષા અને એક પ્રતિષ્ઠિત પરિવારની ઓળખ છતાં જયંત સિન્હા હંમેશા તે કલંક સાથે રહેશે કે તેમને એક લિંચિંગ આરોપીનું સન્માન કર્યું છે. તેમને પાછળથી ભલે આને લઈને પસ્તાવો વ્યક્ત કર્યો હોય પરંતુ તેમાં કોઈ શક નથી કે, ઈતિહાસમાં હંમેશા તેમને આ હરકતને લઈને યાદ કરવામાં આવશે.

  જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત છે, તેમને ગાયોની રક્ષાના નામ પર હત્યા કરનારાઓની ટીકા કરી છે પરંતુ તેમને પોતાના નિવેદનમાં એકપણ એવો મજબૂત સંદેશો આપ્યો નથી કે, તેઓ આવી રીતની લઘુમતી-દલિત વિરોધી હિંસા સહન કરશે નહી. આમ તેઓ આવા સંદેશ કે પ્રતિક્રિયા આપવાથી પોતાને દૂર રાખે છે જેનાથી પીએમ મૌનથી એક સંદેશ ગયો અને તેને પાર્ટીના વિશ્વાસપાત્રોએ સમય ગુમાવ્યા વગર સમજી પણ લીધો.

  મીડિયાએ પોતાની જૂઠ્ઠી નિષ્પક્ષતાની આડમાં આ મામલામાં કોઈ જ મદદ કરી નહી, જ્યાં ત્યાં બધી જ પાર્ટીઓને દોષિ માનીને તેમની ટીકા મીડિયામાં જોવા મળી.

  ટીવી પર ચાલતી કોઈ પણ ડિબેટ જોઈ લો, જેમાં પેનલમાં બેસેલ સૌથી ઉગ્ર મેહમાનને 'નિષ્પક્ષ' પત્રકાર અને નિષ્ણાત સંતુલિત કરતાં નજરે પડશે. ચર્ચાનો અંત કોઈપણ મુદ્દા પર કોઈ રીતની સાર્થક વાત ના થઈને શોર-બકોરના રૂપમાં અંત થશે.

  તમે પોતે જ વિચારો કે શું કોઈ ટોળાના હાથે માર્યા ગયેલ કોઈ વ્યક્તિને લઈને બે રીતના દષ્ટ્રિકોણ હોઈ શકે ખરા? લિંચિંગ કેમ થઈ છે, શું આને લઈને કોઈપણ રીતની શંકા થઈ શકે છે?

  નફરત ફેલાવનારાઓને સ્ટેપ પૂરો પાડવો, જ્યાં તેઓ પોતાને શોર-શરાબો કરીને સાચા સાબિત કરે, પત્રકારત્વના મૂળ સિદ્ધાંત જેમ કે બધા લોકોને પોતાની વાત રાખવાની તક મળવી જોઈએ, નો મજાક ઉડાવવા જેવું થઈ ગયું છે. આનાથી લિંચિંગ જેવા જઘન્ય અપરાધનું પણ સામાન્યીકરણ થઈ જાય છે.

  ફોટો સાભાર- પીટીઆઈ


  આ સામાન્યીકરણની સૌથી ચિંતાજનક વાત તે છે કે, તેવું લાગી રહ્યું છે કે, આ ભયાનક ઘટનાઓએ મીડલ ક્લાસના લોકોને પરેશાન પણ કર્યા નથી. ઓછામાં ઓછા એટલા હેરાન તો નથી કર્યા કે, તેઓ પોતાની નારાજગી ખુલીને દર્શાવે. પાછલા વર્ષે આયોજિત 'નોટ ઈન માય નેમ' આંદોલને સારી એવી શરૂઆત કરી પંરતુ સ્થાનિક સ્તર પર જ સમેટાઈ ગઈ.

  2011માં અન્ના હજારેના આંદોલનમાં આ મધ્યમ વર્ગ જ હતો જે મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર તેમના સમર્થનમાં નિકળ્યો હતો જ્યારે તેઓ 2G કૌભાંડ પછી પ્રથમ વખત લોકપાલ કાનૂન પર અનશન પર બેઠા હતા. મીડિયાની ઉત્સાહજનક નોન-સ્ટોપ કવરેજ અને વીકે સિંહ, અનુપમ ખૈર, કિરણ બેદી જેવા મોટા નામોની હાજરીએ તેમના અનશનને આંદોલનમાં ફેરવી નાંખ્યું હતું. આનાથી શહેરના ભણેલા-ગણેલા લોકોને પ્રેરિત કર્યા હતા.

  જનતાનો આ વર્ગ હંમેશા સડી ગયેલી વ્યવસ્થાને ઉખાડી ફેકવાનું કામ કરે છે. નરેન્દ્ર મોદીએ તેમની આ નસને પકડીને આનો ભરપૂર લાભ ઉઠાવ્યો.

  તેમના 'ના ખાઉગા, ન ખાને દૂંગા' જેવા દાવા, બ્લેકમની પરત લાવવા અને દરેક એક બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આપવા જેવા અવિશ્વસનીય લાગતા વચનો છતાં જનતા તેમને એક તર આપવા માટે તૈયાર હતી.

  એવું લાગી રહ્યું છે કે, સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ જેમાય ખાસ કરીને મુસ્લિમો વિરૂદ્ધ થનાર ઘટનાઓએ મધ્યમ વર્ગ પર વધારે અસર કરી નથી જે રીતે ભષ્ટ્રાચારના આરોપોને કરી હતી. આને લઈને કોઈ અનશન પર નથી, ના કોઈ મોટી રેલી નિકાળવામા આવી અને ના કોઈ ગુસ્સે થયો હોય તેવું જોવા મળ્યું.

  રાજકીય દળો પણ ખુલ્લા મને આ લિંચિંગ કરનારાઓ, સરકાર અને સંઘ પરિવારના આ મામલાઓ પરના વલણ વિરૂદ્ધ નિકળ્યા નથી. કદાચ તેમને લાગ્યું કે આનાથી તેમને કોઈ ચૂંટણીકીય ફાયદો થશે નહી.

  આ ભયાનક ઘટનાઓને લઈને સૌથી શાનદાર કવરેજ વિદેશી મીડિયામાં જોવા મળ્યું. વિદેશી મીડિયાને વાંચવા, જોવા અને સાંભળનારાઓ માટે ભારત હવે એક એવી જગ્યા છે જ્યાંર સતત થોડા-થોડા સમયે લિંચિંગની ઘટનાઓ થતી રહે છે.

  કોઈ નિશ્ચિત રીતે તે જણાવી શકતું નથી કે, ઈલેક્શનમાં આ બધી જ ઘટનાક્રમની શું ભૂમિકા હશે. યૂપીએ ખાસકરીને કોંગ્રેસને ચૂંટણીમાં કૌભાંડવાળી સરકારની છાપના કારણે ઘણું મોટું નુકશાન ભોગવવું પડ્યું હતું.

  ગ્રામીણ ભારતમાં આને લઈને લોકોમાં ગુસ્સો છે પરંતુ શું લિંચિંગની ઘટનાઓ 'કોને વોટ આપવો છે' જેવા નિર્ણયને ળઈને લોકોનું વલણ બદલી શકશે? બેશક એવા લોકો પણ હોઈ શકે છે જે આવી રીતની હિંસાથી તદ્દન વિરૂદ્ધ હોય.

  પરંતુ માત્ર વોટ અને ચૂંટણીની વાત નથી, આ કાનૂન, ન્યાય અને માનવતાનો પ્રશ્ન છે. એવું પણ બની શકે કે ભાજપા અને સંઘ પરિવાર ચૂંટણી, મતદાતા અને પ્રતિબદ્ધ હિન્દુત્વના મનોવિજ્ઞાનને સમજતા હોય. તેઓ ઘણી શહેરના ભણેલા-ગણેલા શહેરી મતદાતાને પણ સમજતા હોય.

  તેઓ વિચારે છે કે ઈલેક્શન પરિણામ તેમના પક્ષમાં હશે અને કદાચ તેઓ સાચા પણ હોય, પરંતુ પાર્ટી નેતૃત્વ આ ચહેરા સાથે વાપસી કરે છે ત્યારે પણ લાંબા સમય સુધી તેમના શાસનને 'લિંચિંગ કાળ'ના રૂપમાં ઈતિહાસમાં યાદ કરવામાં આવશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  આગામી સમાચાર