સુષ્મા સ્વરાજ વિવાદમાં નવો વળાંક, ભાજપનો જ આંતરિક ડખ્ખો

આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીને મદદ કરવાના આરોપને લઇને રાજકીય વિવાદ ગરમાયો છે. ભાજપ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના સમર્થનમાં ઉતરી આવ્યું છે તો ભાજપના નેતા કિર્તી આઝાદની એક ટ્વિટે નવો વિવાદ ખડો કર્યો છે.

આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીને મદદ કરવાના આરોપને લઇને રાજકીય વિવાદ ગરમાયો છે. ભાજપ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના સમર્થનમાં ઉતરી આવ્યું છે તો ભાજપના નેતા કિર્તી આઝાદની એક ટ્વિટે નવો વિવાદ ખડો કર્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ # આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીને મદદ કરવાના આરોપને લઇને રાજકીય વિવાદ ગરમાયો છે. ભાજપ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના સમર્થનમાં ઉતરી આવ્યું છે તો ભાજપના નેતા કિર્તી આઝાદની એક ટ્વિટે નવો વિવાદ ખડો કર્યો છે.

કિર્તી આઝાદે ટ્વિટ કર્યું છે કે, ભાજપના આંતરિક વિખવાદે સુષ્મા સ્વરાજ વિરૂધ્ધ આ કારસો રચ્યો છે. અંદાજ લગાવો કે એ કોણ હશે? હું સુષ્મા સ્વરાજ સાથે છું. વળી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સુષ્મા સ્વરાજનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે કોઇ ગુનો કર્યો નથી. શિવરાજે કહ્યું કે સુષ્મા માનવીય લાગણીઓને આધારે એક શખ્સની મદદ કરી છે આ મુદ્દે વિવાદ કરવો યોગ્ય નથી.

અહીં નોંધનિય છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સામે આરોપ છે કે, તેમણે આઇપીએલ વિવાદમાં સંડોવાયેલા આરોપી લલિત મોદીને બ્રિટન જવા માટે વિઝા અપાવવામાં મદદ કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઇડી) તપાસ ચાલુ હતી એવા સમયે લલિત મોદીને બ્રિટન જવામાં મદદ કરી હતી. જ્યારે એમની વિરૂધ્ધ લુક આઉટ નોટિસ નીકળી હતી.
First published: