Home /News /politics /ઔતિહાસિક દાંડીથી સુરતના ભીમરાડ સુધી યોજાયેલી દાંડીકુચનું થયું સમાપન

ઔતિહાસિક દાંડીથી સુરતના ભીમરાડ સુધી યોજાયેલી દાંડીકુચનું થયું સમાપન

ઔતિહાસિક દાંડીથી સુરતના ભીમરાડ સુધી યોજાયેલી દાંડીકુચનું શનિવારે સમાપન થયુ હતું, જેમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે તથા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ સહીત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા.

ઔતિહાસિક દાંડીથી સુરતના ભીમરાડ સુધી યોજાયેલી દાંડીકુચનું શનિવારે સમાપન થયુ હતું, જેમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે તથા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ સહીત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા.

  • Pradesh18
  • Last Updated :
સુરત# ઔતિહાસિક દાંડીથી સુરતના ભીમરાડ સુધી યોજાયેલી દાંડીકુચનું શનિવારે સમાપન થયુ હતું, જેમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે તથા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ સહીત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા. ભીમરાડ ખાતે સરકારી જગ્યામાં ગાંધી પ્રતિમાના અનાવરણના વિવાદ વચ્ચે યોજાયેલી જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જાણે 86 વર્ષ પહેલાનો ઇતિહાસ જાગૃત થયો હોય તેવું લાગતું હતુ.

સુરતના સીમાડે આવેલા ભીમરાડ ખાતે યોજાયેલી જાહેર સભા પુર્વે ભીમરાડ ખાતે દાંડીથી નિકળેલી કુચ આવી પહોંચી હતી, જેની આગેવાની ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે લીધી હતી, કુચ ભીમરાડ ગામમાં આવી પહોંચી ત્યારે ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ખાસ કરીને સફેદ વસ્ત્રો અને ગાંધી ટોપીમાં હજારોની સંખ્યામાં અબાલવૃધ્ધ અને મહિલાઓ જોડાઇ હતી.

ભીમરાડ ખાતે પરંપરાગત બળદગાડા સાથે કુચનું સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે સરકારી જગ્યામાં ગાંધી પ્રતિમાના અનાવરણ અંગે સરકાર તરફથી જે મનાઇ ફરમાવવામાં આવી છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ગાંધી ક્યારેય અપ્રસ્તુત હતા નહીં અને હશે પણ નહીં તેની પ્રતિતિ કાયમ માટે થતી રહેતી હોય છે. પરંતુ ગત રોજ ભીમરાડ ખાતે જે રીતે ગાંધી પ્રેમીઓ ઉમટી પડ્યા હતા તેને લઇને ગાંધી વાદીઓ પણ ઉત્સાહીત થઇ ગયા હતા. મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમબેન પરીખે પણ ભીમરાડ ખાતે ગાંધી પ્રેમીઓની હાજરી જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો, તેની સાથે સાથે તેમણે ગાંધી વિશ્વ દરેક સમસ્યાની દવા હોવાનું પણ જણાવ્યું હતુ.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, સુરત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन