Home /News /politics /

મોદીથી નારાજ છે દેશ, કોંગ્રેસ અથવા દેવગૌડાનો થઈ શકે છે સ્વીકાર : સંજય રાઉત

મોદીથી નારાજ છે દેશ, કોંગ્રેસ અથવા દેવગૌડાનો થઈ શકે છે સ્વીકાર : સંજય રાઉત

    હાલમાં જ પાલઘરમાં લોકસભા પેટાચૂંટણી પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે બીજેપી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું છે કે, તે તેમની પાર્ટીની સૌથી મોટી રાજકીય દુશ્મન છે.

    સંજય રાઉતે કહ્યું કે, દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેને ઈચ્છતી નથી, પરંતુ કોંગ્રેસ અથવા જેડીએસ નેતા એચડી દેવગૌડાનું સ્વીકાર કરી શકે છે.

    શિવસેના સાંસદે પાર્ટીના મુખપત્ર સામનામાં છાપેલ રોખ ઠોક સ્તંભમાં કહ્યું કે, શિવસેના બીજેપીની સૌથી મોટી રાજકીય શત્રુ છે. શિવસેનાનું પ્રખર હિન્દુત્વવાદ બીજેપી માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.

    સામનાના સંપાદક રાઉતે કહ્યું કે, બીજેપીએ પાલઘરમાં ચિંતામણ વનગાના પુત્ર (શિવસેનાના ઉમેદવાર)ને હરાવીને તેમને શ્રદ્ધાજંલી આપી છે. આ સીટ પર ચિંતામણ વનગાના નિધનના કારણે પેટાચૂંટણી જરૂરી થઈ ગઈ હતી.

    રાઉતે આરોપ લગાવ્યો કે શિવસેના બીજેપીની મુખ્ય રાજકીય વિરોધી છે, તે માટે બીજેપીની યોજના ઉદ્વવ ઠાકરેની પાર્ટી સાથે સત્તામાં રહીને તેમને કમજોર કરવાની છે. તેમને કહ્યું કે, આ રીતે બીજેપીની યોજના શિવસેના સાથે સત્તામાં કરીને તેને ધન અને બળનો ઉપયોગ કરીને તેને કમજોર કરવાની છે. બીજેપીએ પાલઘર પેટાચૂંટણીમાં શિવસેનાની હારને સુનિશ્ચિત કરવા માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કર્યો.

    રાઉતે દાવો કર્યો છે કે પાલઘરમાં ઈવીએમમાં ગડબડીના કારણે બીજેપીની જીત થઈ છે. તેમને કહ્યું કે, બીજેપી પાલઘરમાં લોકસભા પેટા ચૂંટણી જીતવામાં સફળ રહી, પરંતુ અન્ય કેટલીક લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીઓમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આનાથી ખબર પડે છે કતે, દેશમાં પરિવર્તનની હવા ચાલી રહી છે.

    શિવસેના નેતાએ કહ્યું, પેટા ચૂંટણીના પરિણામ બીજેપીના પતનની શરૂઆત છે. તેમને કહ્યું, દેશની આવી મન:સ્થિતિ છે કે, તે કોંગ્રેસના દેવગોડાનો સ્વીકાર કરી શકે છે પરંતુ મોદી અને શાહનો સ્વીકાર અશક્ય છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: National news, Sanjay raut, Shiv sena, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन