અયોધ્યામાં બને રામ મંદિર, લખનઉમાં બને મસ્જિદ : શિયા વક્ફ બોર્ડના ચેરમેન

Network18 | News18 Gujarati
Updated: November 20, 2017, 2:41 PM IST
અયોધ્યામાં બને રામ મંદિર, લખનઉમાં બને મસ્જિદ : શિયા વક્ફ બોર્ડના ચેરમેન
યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું, "રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ, જ્યારે લખનઉમાં શાંતિની મસ્જિદ બને. લખનઉમાં ઘંટાઘર પાસે હુસૈનાબાદ ટ્રસ્ટની જમીન છે,

યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું, "રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ, જ્યારે લખનઉમાં શાંતિની મસ્જિદ બને. લખનઉમાં ઘંટાઘર પાસે હુસૈનાબાદ ટ્રસ્ટની જમીન છે,

  • Share this:

યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું, "રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ, જ્યારે લખનઉમાં શાંતિની મસ્જિદ બને. લખનઉમાં ઘંટાઘર પાસે હુસૈનાબાદ ટ્રસ્ટની જમીન છે, ત્યાં મસ્જિદ બનાવવામાં આવે." શિયા વક્ફ બોર્ડે ડ્રાફ્ટ તૈયાર કરી લીધું છે. આ મસ્જિદનું નામ કોઈ રાજા પર નહી પરંતુ અમનની મસ્જિદ રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.


લિક થઈ ગયું સહમતિ ડ્રાફ્ટ


આ પહેલા યૂપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને રામ મંદિર નિર્માણ પક્ષ વચ્ચેની સહમતિનો ડ્રાફ્ટ લિક થઈ ગયો હતો. લિક થયેલા પ્રસ્તાવમાં મહંત ધર્મદાસ, સુરેસ દાસ, રામ વિલાસ વેદાંતી, રામદાસના સિગ્નેચર છે. 5 ડિસેમ્બરે આ બાબતે સુનવણી થવાની છે.

લિક થયેલ ડ્રાફ્ટમાં શું છે?
ડ્રાફ્ટમાં લખ્યું છે કે, બાબરી મસ્જિકને 152થી 1529 વત્તે મીર બાકીએ અયોધ્યામાં બનાવી હતી. મીર બાકી બાબરનો સેનાપતિ હતો અને તે શિયા મુસલમાન હતો. બાબરી મસ્જિદ બન્યા બાદ તેના કેરટેકર મીર બાકી રહ્યો હતો. મીર બાકી પછી 1945 સુધી તેમના પરિવારના લોકો આ મસ્જિદની જવાબદારી સંભાળી હતી. આ બધા જ લોકો શિયા મુસલમાનો છે.


1944માં બાબરી મસ્જિદને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુન્ની વક્ફ બોર્ડ કહીને નોટિફિકેશન 26.02.1944 દ્વારા સુન્ની વક્ફ બોર્ડના દસ્તાવેજેનો ગેરકાયેદસર રીતે રજિસ્ટર કરી લીધી હતા. શિયા વક્ફ બોર્ડ 30 માર્ચ 1946માં ફેઝાબાદ સિવિલ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

શિયા કમેટીના વસીમ રિઝવીને અમે નથી માનતા - ઈકબાલ અંસારી
- હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીનું કહ્યું છે કે, વસીમ રિઝવીને તો શિયા કમિટી પણ માનતી નથી. ભષ્ટ્રાચારથી બચવા માટે તેઓ અહી રામ મંદિર બનાવવા માંગે છે. અમારે ત્યા સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ જે કરશે તે જ માન્ય ગણાશે. ડ્રાફ્ટ ભલે આપવામાં આવ્યું હોય પરંતુ કોર્ટના નિર્ણયને માનવામાં આવશે નહી. બાબરી વિવાદના પક્ષકાર હાશિમની મૃત્યું થઈ ગઈ છે.

First published: November 20, 2017
વધુ વાંચો
अगली ख़बर