વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચી દીધો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટી20 સિરીઝ પર કબ્જો કર્યો. અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝી પોતાના નામે કરી હતી. આમ ટીમ ઈન્ડિયાની જીતથી વધારે ફેન્સને સચિન તેંડૂલકરે હેરાન કર્યા હતા. સચિન તેંડૂલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીમ ઈન્ડિયાની જીતની ભવિષ્યવાણી કરી હતી અને તેને કહ્યું હતું કે, લાગે છે ટીમ ઈન્ડિયા 19મી ઓવર પહેલા જ જીતી જશે.
I feel India will wrap up the match before the 19th over. Do you all agree? #ENGvIND
ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં જ ટાર્ગેટને મેળવી લીધો અને આ જીત સાથે સચિને વધુ એક ટ્વિટ કર્યું.
Such clean hitting by @ImRo45!!
This innings was a pure joy to watch. Hope this form translates to the ODIs. (Thanks for helping my 19th over prediction come true! 😜) pic.twitter.com/xZnyAFm1Sj
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી ટી20 સિરીઝ પોતાના નામે કરી. આ જીતમાં ઓપનર રોહિત શર્માએ ધમાકેદાર શતક ફટકારી. રોહિતે 56 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 11 ફોર અને 5 સિક્સ સામેલ છે. રોહિત ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ 43 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં હાર્દિકે ડબલ ભૂમિકા ભજવતા પહેલા ચાર વિકેટ ઝડપી પછી ધમાકેદાર બેટિંગ કરતાં 14 બોલમાં જ 33 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને આઠ બોલ બાકી રહેતા જ જીત અપાવી દીધી હતી. ટી20 જીત પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે જેની પ્રથમ મેચ 12 જુલાઈએ નોર્ટિગહામમાં છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર