કેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે

News18 Gujarati
Updated: April 30, 2020, 12:52 PM IST
કેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે
ઋષિ કપૂર.

ઋષિ કપૂરના નિધને (Rishi Kapoor Passes Away) તેમના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકોને હચમચાવી દીધા છે.

  • Share this:
મુંબઈ : ઋષિ કપૂરે (Rishi Kapoor)નું ગુરુવારે સવારે એટલે કે 30મી એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કરી દીધું છે. થોડા સમય પહેલા જ તેમની અંતિમયાત્રા (Funeral) અંગે માહિતી સામે આવી છે. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈની કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહ (chandanwadi crematorium)માં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એવા પણ સમાચાર છે કે તેમનો પાર્થિવ દેહ હૉસ્પિટલથી સીધો ત્યાં જ લઈ જવામાં આવશે. તેમની અંતિમ યાત્રામાં પરિવારના લોકો ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અમુક લોકો સામેલ થશે. નોંધનીય છે કે તેઓ ઘણા લાંબા સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ગત રાત્રે તેમની તબિયત બગડતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઋષિ કપૂરના નિધનના સમાાર સામે આવતા જ તેમના પ્રશંસકોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ પણ આઘાતમાં છે. અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી બોલિવૂડના સિતારાઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેમના અજીજ મિત્ર ઋષિ કપૂરના નિધને તેમને તોડી નાખ્યા છે. જ્યારે અનેક લોકોને આ સમાચાર પર હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો.

આ પણ વાંચો : 


ઋષિ કપૂર ગત વર્ષે જ ન્યૂયૉર્ક ખાતે કેન્સરની સારવાર કરાવીને પરત ફર્યાં હતાં. આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયાના મારફતે તેમના ફેન્સ સાથે જોડાયેલા હતા. લૉકડાઉન પછી ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ દેખાયા હતા. તેઓ સતત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે કોરોના વાયરસ અંગે લોકોને જાગૃત કરતા નજરે પડ્યા હતા. તેઓ ટ્વિટર પર બેધડક વાત કહેવા માટે જાણીતા હતા.

ઋષિ કપૂર ભલે જ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા પરંતુ આખા બોલા સ્વભાવ અને ફિલ્મમાં શાનદાર અભિનય માટે લોકો હંમેશા તેમને યાદ કરશે. આ દુઃખની ઘડીમાં આપણે તમામ ભગવાનને તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત મળે તેવી પ્રાર્થના કરીએ.
First published: April 30, 2020, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading