Home /News /politics /

મોદીના મંત્રીની માંગ, સેનામાં ફિક્સ કરવામાં આવે જ્ઞાતિયોના ક્વોટા

મોદીના મંત્રીની માંગ, સેનામાં ફિક્સ કરવામાં આવે જ્ઞાતિયોના ક્વોટા

સેનામાં જ્ઞાતીના આધાર પર ક્વોટા ફિક્સ કરવાની માંગ કરી છે. ઇંદ્રજીત સિંહએ સેનામાં યાદવો માટેની અલગથી રેજીમેન્ટ બનાવવા માટે માંગ કરી છે.

સેનામાં જ્ઞાતીના આધાર પર ક્વોટા ફિક્સ કરવાની માંગ કરી છે. ઇંદ્રજીત સિંહએ સેનામાં યાદવો માટેની અલગથી રેજીમેન્ટ બનાવવા માટે માંગ કરી છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રિય રક્ષા પ્રધાન રાવ ઇંદ્રજીત સિંહએ સેનામાં જ્ઞાતીના આધાર પર ક્વોટા ફિક્સ કરવાની માંગ કરી છે. ઇંદ્રજીત સિંહએ સેનામાં યાદવો માટેની અલગથી રેજીમેન્ટ બનાવવા માટે માંગ કરી છે.

જયપુરમાં આયોજિત યાદવ મહાસભાના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઇંદ્રજીત સિંહએ કહ્યું કે, સેનાની રેજીમેન્ટમાં અમુક જ્ઞાતિઓનો હક ન હોય શકે. મેં ઘણા સમય અગાઉ સેનામાં એક અહીર રેજીમેન્ટ બનાવવા માટે માંગ કરી હતી. પરંતુ તે અંગે કોઇપણ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. સેનામાં જ્યારે ગુરખા રેજીમેન્ટ, રાજપૂત રેજીમેન્ટ, સિખ રેજીમેન્ટ હોય શકે છે તો અહીર રેજીમેન્ટ કેમ ન હોય શકે?

ઇંદ્રજીત સિંહે કહ્યું કે, જો અગર યાદવ સંગઠિત થઇ જાય તો, યુપી જ નહીં એમપી અને ગુજરાતમાં પણ યાદવ મુખ્યમંત્રી હશે. તો આ તરફ સંમેલનમાં હાજર રહેલ યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ઇંદ્રજીત સિંહનું સમર્થન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, નરેન્દ્ર મોદીને પણ દેશના વડાપ્રધાન બનવા માટે યુપી આવવું પડે છે.
First published:

Tags: અખિલેશ યાદવ, જયપુર, પીએમ મોદી, માંગ, સીએમ, સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन