રામનાથ કોવિંદ બનશે દેશના 14મા રાષ્ટ્રપતિ, 65.66% વોટ મળ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: July 20, 2017, 5:59 PM IST
રામનાથ કોવિંદ બનશે દેશના 14મા રાષ્ટ્રપતિ, 65.66% વોટ મળ્યા
એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ યુપીએના ઉમેદવાર મીરા કુમારને હરાવીને દેશના 14માં આગામી રાષ્ટ્રપતિ બન્યા છે. કોવિંદ કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા છે. આ વખતે ચૂંટણીમાં કોવિંદ જીતે તેવી શક્યતાઓ વધારે હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: July 20, 2017, 5:59 PM IST
રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ. રામનાથ કોવિંદ દેશના 14 રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તાજેતરની માહિતી અનુસાર તેમણે 702044 મતનો 65.66% મત મેળવ્યા. સામે ઉમેદવાર મીરા કુમારને 367314 એટલે 34,35% મત પ્રાપ્ત થયા છે.  રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના રામનાથ  કોવિંદ અને કોંગ્રેસના મીરા કુમાર સાથે મુકાબલો હતો. હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈએ પુરો થાય છે. દેશના 14મા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ પદના શપથ લેશે.
દેશને મળશે બીજા દલિત રાષ્ટ્રપતિ

 એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ યુપીએના ઉમેદવાર મીરા કુમારને હરાવીને દેશના 14માં આગામી રાષ્ટ્રપતિ બન્યા છે. કોવિંદ કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા છે. આ વખતે ચૂંટણીમાં કોવિંદ જીતે તેવી શક્યતાઓ વધારે હતી. ક્રોસ વોટીંગ

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી ક્રોસ વોટીંગ થયું હોવાનું બહાર આવ્યું છે. 8થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ NDAના રામનાથ કોવિંદને મત આપ્યા છે. તો કેટલાક ધારાસભ્યએ કોવિંદ અને મીરા કુમાર બન્નેને મત આપ્યા છે. હાલ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગના સમાચારને કારણે હાહાકાર મચી ગયો છે.  કોંગ્રેસમાં 2 ભાગલા પડી ગયા હોય તેવા હાલ થયા છે. કોંગ્રેસમાં ઉચ્ચ કક્ષાએ ભંગાણ પડયું હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

president_election2

11 રાજ્યોના મત

એપી: રામનાથ કોવિંદ - 27189, મીરા કુમાર - 0

અરુણાચલ પ્રદેશ: કોવિંદ - 448, મીરા કુમાર -24

આસામ કોવિંદ - 10556, મીરા કુમાર -

બિહાર: કોવિંદ -22490, મીરા કુમાર -18.867

છત્તીસગઢ કોવિંદ- 6708, મીરા કુમા 4515

ગોવા : કોવિંદ- 500, મીરા કુમાર 220

ગુજરાત કોવિંદ- 19404, મીરા કુમાર 7203

હરિયાણા : કોવિંદ- 8176, મીરા કુમાર 1792

હિમાચલ પ્રદેશ કોવિંદ- 1530, મીરા કુમાર 1887

જમ્મુ અને કાશ્મીર કોવિંદ- 4032, મીરા કુમાર 2160

ઝારખંડ : કોવિંદ- 8976, મીરા કુમાર 4576
First published: July 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर