Home /News /politics /રામ જન્મભૂમિ પર માત્ર રામ મંદિર જ બનશે બીજું કઈ નહી-મોહન ભાગવત

રામ જન્મભૂમિ પર માત્ર રામ મંદિર જ બનશે બીજું કઈ નહી-મોહન ભાગવત

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિર વિવાદ પર નિવેદન આપ્યું છે. કર્ણાટકના ઉડુપીમાં વીએચપીની ધર્મ સંસદમાં શુક્રવારે મોહન ભાગવતે કહ્યું, રામ જન્મ ભૂમિ પર રામ મંદિર જ બનશે તેના સિવાય બીજું કંઈજ બનશે નહી અને તેમની જ આગેવાનીમાં જ થશે જેને ઝંડો લઈને પાછલા 20-25 વર્ષોથી ચાલી રહ્યાં છે. ભાગવતે કહ્યું, 'અમે મંદિરનું નિર્માણ કરીશું, આ લોકોને લોભાવવા માટેની જાહેરાત નથી, આ અમારા વિશ્વાસનો વિષય છે. જે બદલાશે નહી.' ભાગવતે કહ્યું કે વર્ષોના પ્રયત્ન અને ત્યાગના કારણે હવે રામમંદિર બનાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તે ઉપરાંત મોહન ભાગવતે કહ્યું કે, આ કેસ સુપ્રિમ કોર્ટમાં છે. આરએસએસના ચીફે વધુ ઉમેરતા કહ્યું કે, રામ મંદિર બન્યા પહેલા જ લોકોમાં જાગૃત્તા લાવવી જરૂરી હતી. આપણે મંજિલની એકદમ નજીક છીએ અને આ સમયે આપણે સૌથી વધારે સચેત રહીશું.


    કાર્યક્રમમાં ભાગવતે ગૌહત્યા પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની વકાલત કરી હતી. તેમને કહ્યું, "જો ગોહત્યા પર પ્રતિબંધ લાગશે નહી તો શાંતિ પણ રહેશે નહી." આ કાર્યક્રમમાં દેશભરમાં 2000 સંત, મઠાધીસ, વીએચપી નેતાઓ જાતિ અને લૈગિંક અસમાનતાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.

    First published:

    Tags: Mohan bhagwat, અયોધ્યા, રામ મંદિર