વજુભાઇ વાળાના નિર્ણય વિરુદ્ધ જેઠમલાણી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

 • Share this:
  કર્ણાટકમાં CM તરીકે યેદિયુરપ્પાએ હાલ ભલે શપથ લઇ લીધી હોય પણ તેમની ખુરશી પર હાલ પણ ખતરો ચારે બાજુથી મંડાયેલો છે. વળી વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ પણ હવે આ મામલે પહેલ કરતા આવનારા દિવસોમાં યેદિયુરપ્પાની મુશ્કેલીઓ ચોક્કસથી વધશે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને બોલવવાના રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણયને હવે જાણીતા વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેઠમલાણીએ આ નિર્ણયને બંધારણીય અધિકારોનો દૂરઉપયોગ કહ્યો છે. વળી વજુભાઇના આ નિર્ણય પર બોલતા જેઠમલાણીએ કહ્યું કે આ નિર્ણય ભષ્ટ્રાચાર આમતંણ આપવા સમાન છે.  ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ઘનંજય વાઇ ચંદ્રચૂડની સદસ્યતાવાળી બેંચે ગુરુવારે રામ જેઠમલાણીની આ દલીલો સાંભળી હતી. હવે શુક્રવારે ફરી આ મામલે આ બેંચ સુનવણી કરશે. આ પહેલા કોંગ્રેસે પણ સુપ્રિમ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. જો કે ગુરુવારે જસ્ટીસ એકે સિકરી, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અશોક ભૂષણની વિશેષ બેંચે ત્રણ કલાક સુધી કોંગ્રેસની અરજી પર સુનવણી કર્યા પછી યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવાની ના પાડી હતી.

  કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પાસે ખાલી 104 ધારાસભ્યો છે તેમ છતાં ગેરબંધારણીય રીતે રાજ્યપાલે તેમને સરકાર બોલવવા માટે આમંત્રિત કર્યા છે. તેમનું એવું કહેવું હતું કે જેડીએસની એચડી કુમારસ્વામી વાળી જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર પાસે 116 વિધાયકો હોવા છતાં રાજ્યપાલ તેમને બોલાવ્યા નથી. નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભામાં 12 મેના રોજ ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપને 104 સીટ મળી હતી તો કોંગ્રેસને 78 અને જેડીએસને 37 સીટો મળી હતી.
  Published by:Mujahid Tunvar
  First published: