Home /News /politics /

મારા સપનામાં આવ્યા મોદી, સ્મૃતિને હટાવીને મને બનાવી મંત્રીઃ રાખી સાવંત

મારા સપનામાં આવ્યા મોદી, સ્મૃતિને હટાવીને મને બનાવી મંત્રીઃ રાખી સાવંત

મુંબઇઃ ડ્રામા ક્વીન રાખી સાવંતના દરેક પબ્લિસિટી સ્ટન્ટ અનોખા હોય છે. રાખી પોતાના અનોખા અંદાજને લઇને ચર્ચાઓમાં જોવા મળે છે. હાલ રાખી પોતાના સપનાને લઇને ચર્ચામાં આવી છે.

મુંબઇઃ ડ્રામા ક્વીન રાખી સાવંતના દરેક પબ્લિસિટી સ્ટન્ટ અનોખા હોય છે. રાખી પોતાના અનોખા અંદાજને લઇને ચર્ચાઓમાં જોવા મળે છે. હાલ રાખી પોતાના સપનાને લઇને ચર્ચામાં આવી છે.

મુંબઇઃ ડ્રામા ક્વીન રાખી સાવંતના દરેક પબ્લિસિટી સ્ટન્ટ અનોખા હોય છે. રાખી પોતાના અનોખા અંદાજને લઇને ચર્ચાઓમાં જોવા મળે છે. હાલ રાખી પોતાના સપનાને લઇને ચર્ચામાં આવી છે. રાખીએ એક ટીવી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુંમાં ક્હ્યું કે, આજકાલ તેમના સપનામાં મોદીજી આવે છે. આટલું જ રાખીએ જણાવ્યું કે, રાખીએ સપનામાં જોયું કે, મોદીજીએ સ્મૃતિ ઇરાનીને હટાવીને તેમને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે.

રાખીને એમપણ રાજકારણમાં ઘણી રૂચી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં રાખીએ પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી પણ લડી હતી, જો કે તેમા તેની હાર થઇ હતી. પરંતુ સપનામાં જરૂર પોતાની ઇચ્છા પૂરી થતી દેખાઇ રહી છે.

રાખીએ જણાવ્યું કે, તેમના સપનામાં મોદી જ નહીં પરંતુ ઘણા મોટા-મોટા લોકો આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તો રાખીના સપનામાં રાખી સાથે લંચ પણ કરે છે.
First published:

Tags: અમેરિકા, ઇન્ટરવ્યું, દેશ, નિવેદન, પાર્ટી, પીએમ, બરાક ઓબામા, બોલીવુડ ન્યૂઝ, મંત્રી, મુંબઇ, મોદી, રાજકારણ, સ્મૃતિ ઇરાની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन