રાજસ્થાન : 'લવ જેહાદ' વિરૂદ્ધ પોસ્ટર્સમાં કરીનાની તસવીર, બુકેલટમાં લખ્યું ના લખવાનું

રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલ આધ્યાત્મિક મેળામાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળના સભ્યો દ્વારા કથિત રૂપે વિવાદિત 'લવ જેહાદ'ની બુકલેટ વેચવાનો મામલો સામે આવ્યો છે.

રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલ આધ્યાત્મિક મેળામાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળના સભ્યો દ્વારા કથિત રૂપે વિવાદિત 'લવ જેહાદ'ની બુકલેટ વેચવાનો મામલો સામે આવ્યો છે.

  • Share this:

રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલ આધ્યાત્મિક મેળામાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ) અને બજરંગ દળના સભ્યો દ્વારા કથિત રૂપે વિવાદિત 'લવ જેહાદ'ની બુકલેટ વેચવાનો મામલો સામે આવ્યો છે. ગુરૂવારે (16 નવેમ્બર)થી શરૂ થયેલ આ મેળામાં જે બૂકલેટ વેચવામાં આવી રહી છે, તેમાં હિન્દુ મહિલાઓને મુસ્લિમોથી સાવધાન રહેવા, મુસ્લિમોને ગદ્દાર ગણાવવા, તેમને રાષ્ટ્ર વિરોધી કહેવાની સાથે પાકિસ્તાની કહેવાની અપીલ કરવામાં આવી છે. બુકલેટનું નામ 'જેહાદ અને લવ જેહાદ...હિન્દુ છોકરીઓ સાવધાન રહે' આપવામા આવ્યું છે. બુકલેટને પાંચ રૂપિયાથી લઈને ફ્રિમાં વહેંચવામાં આવી રહી છે. તેના મુખ્ય પેજ પર કરીનાકપૂર ખાનની તસવીર છાપેલી છે. જેમાં કરીનાનો અડધો ચહેરો નકાબથી ઢાકેલો છે. પુસ્તકમાં બોલિવૂડ સ્ટાર આમિરખાન અને શાહરૂખ ખાનનું ઉદાહરણ આપીને લવ જેહાદથી બચવાની અપિલ કરવામાં આવી છે.


પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, હિન્દુ ઘરોમાં મુસ્લિમ છોકરાઓનું આવવું, અલગ રૂમમાં બેસીને છોકરી સાથે ગપ્પા મારવા, પોતાને હિન્દુ ગણાવવો, લાલ દોરો હાથમાં બાંધવો. માતાજી-પિતાજી કહીને સન્માનિત કરવા, ભાગી-ભાગીને ઘરોના કામ કરીને માં-બાપમાં પ્રેમથી જગ્યા બનાવવી. પછી આરામથી ઘરે આવવું-જવું. છોકરી સાથે એકાંતમાં બેસવું, પ્રેમભરી વાતો કરતાં-કરતાં તે આ છોકરા સાથે જ લગ્ન કરશે તે જિદ્દ પર ઉતરી આવે છે. માં-બાપ તૈયાર નહી થાય તો છોકરી ઘરેથી ભાગીને ઈસ્લામિક રીત-રિવાજથી લગ્ન કરીને મુસ્લિમ બની જશે.


kdkfkjaf


બુકલેટમાં આગળ લખ્યું છે કે, ઈસ્લામમાં બીજાઓને મુસ્લિમ બનાવવા ધર્મની સેવા છે. લવ-જેહાદ આનું એક સશક્ત હથિયાર છે, આ રીત મુગલો એક હજાર વર્ષથી ચલાવી રહ્યાં છે. "આના ઉદાહરણ સેફ અલીખાન, આમિરખાન છે, જેમને પોતાની હિન્દુ પત્નીઓને છોડીને બીજી હિન્દુ પત્નીઓને ફસાવી લીધી."


pamphlet1-2


બુકલેટમાં લવ જેહાદથી પીડિતોને વિહિપ વર્કરો સાથે સંપર્ક કરવાની અપિલ કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, લવ જેહાદનો ભૂત ઉતારવા માટે તાંત્રિકની પણ વ્યવસ્થા કરવામાં આવી શકે છે.


kjdfakjfadk-820x550 lkdkjdaf-630x550

First published: