રાજસ્થાન પાલિકા ચૂંટણી જંગમાં વિવાદો વચ્ચે પણ કેસરીયો લહેરાયો

વસૂંધરા રાજેને લઇને દિલ્હીમાં થયેલ વિવાદ વચ્ચે રાજસ્થાનની સ્થાનિક પાલિકા ચૂંટણીમાં ભાજપે ભારે સફળતા મેળવી છે. 113 પાલિકામાંથી અત્યાર સુધી 110 પાલિકાનું ચૂંટણી પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 59 પાલિકાઓ પર પોતાનો કબ્જો કર્યો છે. કોંગ્રેસે 25 પાલિકાઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતુ 19 પાલિકાઓમાં અપક્ષ અને અન્ય પાર્ટીઓએ કબ્જો કર્યો છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
જયપુર # વસૂંધરા રાજેને લઇને દિલ્હીમાં થયેલ વિવાદ વચ્ચે  રાજસ્થાનની સ્થાનિક પાલિકા ચૂંટણીમાં ભાજપે ભારે સફળતા મેળવી છે. 113 પાલિકામાંથી અત્યાર સુધી 110 પાલિકાનું ચૂંટણી પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 59 પાલિકાઓ પર પોતાનો કબ્જો કર્યો છે. કોંગ્રેસે 25 પાલિકાઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતુ 19 પાલિકાઓમાં અપક્ષ અને અન્ય પાર્ટીઓએ કબ્જો કર્યો છે.

ભાજપને મુખ્યમંત્રીના ગૃહ મત વિસ્તાર ઝાલરાપાટન અને ગૃહ જિલ્લા ઘૌલપુરમાં હારથી ફટકો લાગ્યો છે. રાજસ્થાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી કાલીચરણ સરોફે IBN7 સાથે વાતચીત કરતા તેઓએ વિજયનો શ્રેય રાજ્ય સરકારના કામોને ગણાવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં હાર અંગે સફાઇ આપતા જણાવ્યું કે, વસુંધરા રાજે સમગ્ર રાજસ્થાનના સીએમ છે.

ડુંગરપુર બોર્ડમાં ભાજપે કબ્જો કર્યો છે, કોટપુતલીમાં અપક્ષોનો દબદબો રહ્યો હતો. તો આ બાજુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટના પોતાના મત વિસ્તાર અજમેરમાં ફટકો લાગ્યો છે, જ્યાં ભાજપે બાજી મારી હતી. તો આ બાજુ સીએમ વસુંધરા રાજેને પોતાના વિધાનસભા મત વિસ્તાર ઝાલાવાડમાં મોટો ફટકો લાગ્યો છે. અહીંયા કોંગ્રેસે બે નગર પાલિકાઓમાં પોતાનો કબ્જો કર્યો છે.

અહીંયાના ભૂતપૂર્વ કોર્પોરેટર ઉષા યાદવ થોડા મહિના અગાઉ કોંગેસ પક્ષમાં જોડાય ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, સોમવારે 129 પાલિકાની ચૂંટણીમાં 76 ટકા વોટિંગ થયું હતું.
First published: