ગુજરાતની ચૂંટણી પહેલા થશે રાહુલ ગાંધીની તાજપોશી, હાઈકમાન્ડે બોલાવી મિટિંગ

Margi | News18 Gujarati
Updated: November 19, 2017, 10:28 AM IST
ગુજરાતની ચૂંટણી પહેલા થશે રાહુલ ગાંધીની તાજપોશી, હાઈકમાન્ડે બોલાવી મિટિંગ
સૂત્રો પ્રમાણે મિટીંગમાં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મહોર લાગી શકે છે.

સૂત્રો પ્રમાણે મિટીંગમાં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મહોર લાગી શકે છે.

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીની તાજપોશી થઈ શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટિએ સોમવારે મહત્વની મિટીંગ બોલાવી હતી. અત્યારના કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 10 જનપથમાં સોમવારે સવારે 10.30 કલાકે બોલાવી છે. સૂત્રો પ્રમાણે મિટીંગમાં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મહોર લાગી શકે છે.

જણાવી દઈએ કે કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેકશન કમિટિએ સોનિયા ગાંધીને ચૂંટણીનો પ્રસ્તાવનું શેડ્યૂલ આપી દીધું હતું. જેના પર તેમણે વિચાર કરી લીધો છે. હવે કોંગ્રેસ વર્કિંગની મિટીંગમાં આના પર મહોર લગાવવામાં આવી શકે છે. આ પછી કાલ સુધીમાં નક્કી થઈ જશે કે રાહુલ ક્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ બનશે.

કાલે થશે ચૂંટણીનો શિડ્યૂલ જાહેર

કોંગ્રેસની આ મિટિંગ પછી પાર્ટી અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે જે લગભગ 10થી 15 દિવસનું હશે. સૂત્રો પ્રમાણે પાર્ટી અધ્યક્ષ માટે અન્ય કોઈ નેતાનું નોમીનેશન ફાઈલ કરવામાં આવ્યું નથી. તો રાહુલ ગાંધીનું અધ્યક્ષ બનવું નક્કી છે.

9 ડિસેમ્બર પહેલા જ થશે ચૂંટણી
સૂત્રો પ્રમાણે ચૂંટણી 9 ડિસેમ્બર એટલે ગુજરાતની ચૂંટણી પહેલા જ કરાવાશે. ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે 9 ડિસેમ્બરે વોટીંગ થશે.
First published: November 19, 2017, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading