Home /News /politics /

પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, આ છે સૌનો સાથ-સૌનો વિકાસ: PM મોદી

પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, આ છે સૌનો સાથ-સૌનો વિકાસ: PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના પહેલા સ્માર્ટ અને ગ્રીન હાઇવે 'ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે' દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનાં પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું છે. 11000 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ એક્સપ્રેસ વે કુલ 135 કિલોમીટરનો છે. પીએમ અહીંયા ખુલ્લીમાં રોડ શો પણ કર્યો હતો. ત્યારબાદ મોદીએ સભામાં હાજર લોકોને સંબોધન કરતાં કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દેશનો વિકાસ ઝડપથી થયો છે, જે સૌનો સાથ, સૌનો વિકાસના કારણે સફળ બન્યું છે.

    એક્સપ્રેસવેનું ઉદ્ધાટન બાદ મોદીએ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કહ્યું કે મે મહિનાના ધોમધખતા તડતામાં આવવાથી સ્પષ્ટ થાય છે જે 4 વર્ષમાં અમારી સરકાર દેશને યોગ્ય દિશા લઇ જવામાં સફળ રહી છે, આજે ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર તમારા આ પ્રધાનસેવક ફરીથી તમને નતમસ્તક કરે છે.

    મોદીએ કહ્યું કે દિલ્હી-NCRમાં માત્ર ટ્રાફિક જામની જ સમસ્યા નથી, પ્રદુષણ પણ એક મોટી સમસ્યા છે. જે દર વર્ષે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. અમારી સરકારે પ્રદુષણની સમસ્યાને ગંભીરતાથી લીધી અને દિલ્હીની ફરતે Expressway બાનાવ્યો છે. સાથે જ તેઓએ કહ્યું કે સવાસો કરોડ દેશવાસીઓના જીવનસ્તર સુધારવામાં દેશના આધુનિક ઇંફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે, આ જ સૌનો સાથ, સૌનો વિકાસનો રસ્તો છે. કારણ કે ઇંફ્રાસ્ટ્રક્ચર જાત-પાત, પંથ-સંપ્રદાય, ઉંચ નીચ કે અમીર ગરીબનો ભેદ નથી કરતી.



    બાગપતમાં મોદીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં 3 લાખ કરોડથી વધુ ખર્ચ કરી 28 હજાર કિમીથી વધુ નવા હાઇવે બનાવવામાં આવ્યા છે. ચાર વર્ષ સુધી જ્યાં એક દિવસમાં માત્ર 12 કિમી હાઇવે બનતા હતા, આજે અંદાજે 27 કિમી હાઇવે બની રહ્યાં છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन